Multibagger Stock: રાજ રેયોન ઈન્ડસ્ટ્રિઝ (Raj Rayon Industries Ltd) ભારતના તે મલ્ટીબેગર સ્ટોકમાંથી છે જે ઈન્વેસ્ટરોને દમદાર રિટર્ન આપે છે. આ સ્મોલ-કેપ પેની સ્ટોક છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર સ્ટોક બની ગયો છે, કારણ કે આ દરમિયાન તેણે 101.90 ટકાનું રિટર્ન આપ્યું છે. નોંધનીય છે કે બે વર્ષમાં આ શેરમાં આશરે 10471.43 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન તેની કિંમત 35 પૈસાથી વધી 37 રૂપિયા પર આવી ગઈ છે. નોંધનીય છે કે રાજ રેયોન ઈન્ડસ્ટ્રિઝના શેર શુક્રવારે 37 રૂપિયા પર બંધ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રૂપિયાના બની ગયા 1 કરોડ રૂપિયા
આ મલ્ટીબેગર પેની સ્ટોક છેલ્લા એક મહિનાથી બેસ બિલ્ડિંગ મોડમાં છે અને આ દરમિયાન તેમાં આશરે 11.23 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ યર બાદ યર (YTD) સમયમાં મલ્ટીબેગર સ્ટોકમાં સામાન્ય તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 18 રૂપિયાથી વધુ 37.15 રૂપિયા પ્રતિ શેરના સ્તરે પહોંચી ગયો છે, આ દરમિયાન તેમાં લગભગ 100 ટકાથી વધુનો વધારો થયો છે. 


આ પણ વાંચોઃ ફાયદા માટે સસ્તામાં ગોલ્ડમાં કરવું છે રોકાણ? જ્વેલરીથી અલગ છે આ બેસ્ટ ઓપ્શન


આ રીતે છેલ્લા બે વર્ષમાં આ પેની સ્ટોક 35 પૈસાથી 37 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન તેમાં 10471.43 ટકાનો વધારો થયો છે. એટલે કે બે વર્ષમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને આ સ્ટોકે 1 કરોડ રૂપિયા કરતા વધુનું રિટર્ન આપ્યું છે. 


ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમ અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube