17 ઓક્ટોબરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇઝ બેન્ડ 47-50 રૂપિયા, જાણો શું છે GMP
IPO માં રોકાણ કરી કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહ એટલે કે 17 ઓક્ટોબરે વધુ એક કંપનીનો આઈપીઓ ઓપન થવાનો છે. જાણો તેની વિગત....
નવી દિલ્હીઃ આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરો માટે ગુડ ન્યૂઝ છે. Rajgor Castor Derivatives IPO સબ્સક્રિપ્શન માટે 17 ઓક્ટોબર 2023ના ઓપન થશે. રોકાણકારો માટે આ આઈપીઓ 20 ઓક્ટોબર 2023 સુધી ઓપન રહેશે. Rajgor Castor Derivatives IPO દ્વારા કંપની 88.95 લાખ ફ્રેશ શેર અને 6.66 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કરશે.
શું છે લોટ સાઇઝ?
Rajgor Castor Derivatives IPO ની પ્રાઇઝ બેન્ડ 47 રૂપિયાથી 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ 3000 શેરનો લોટ બનાવ્યો છે. રિટેલ ઈન્વેસ્ટરે 1,50,000 રૂપિયાનો દાવ લગાવવો પડશે. કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટ પર દાવ લગાવી શકે છે. નોંધનીય છે કે ઈન્વેસ્ટરોને શેરનું એલોટમેન્ટ 27 ઓક્ટોબર 2023ના કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 10,000 રૂપિયાના રોકાણ પર મળ્યું 6.5 લાખનું રિટર્ન, ધૂમ મચાવી રહ્યો છે આ સ્ટોક
શું છે જીએમપી?
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ પ્રમાણે ગ્રે માર્કેટમાં કંપનીના શેર 10 રૂપિયાના પ્રીમિયમ પર આજે ટ્રેડ કરી રહ્યાં છે. એટલે કે કંપનીના શેરનું લિસ્ટિં 60 રૂપિયાની આસપાસ થઈ શકે છે. ઈન્વેસ્ટરોને વર્તમાન જીએમપી પ્રમાણે 20 ટકાના ફાયદાની આશા છે. નોંધનીય છે કે શેર બજારમાં Rajgor Castor Derivatives IPO ની લિસ્ટિંગ ડેટ 31 ઓક્ટોબર 2023 છે.
Rajgor Castor Derivatives IPO એ એન્કર ઈન્વેસ્ટરો દ્વારા 13.56 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે. કંપનીનો આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે 16 ઓક્ટોબર 2023ના ઓપન થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube