નવી દિલ્હી: શેર બજારથી કમાણી કરી અરબોની સંપત્તિ મેળવનાર રાકેશ ઝૂનઝૂનવાલાનું નામ પહેલા આવે છે. આજ કારણે તેમણે ભારતીય શેર બજારના બિગ બુલ પણ કહેવામાં આવે છે. ઝૂનઝૂનવાલાએ આ ખિતાબને એકવાર ફરી યોગ્ય સાબિત કર્યો છે. તેમણે હોલ્ડિંગમાં સામેલ સૌથી વધુ શેરોમાં ગુરુવારે તેજી જોવા મળી, પરંતુ 2 સ્ટોકમાં તો એવી શાનદાર ઉછાળો જોવા મળ્યો કે એક દિવસમાં ઝૂનઝૂનવાલાની સંપત્તિમાં લગભગ 1,061 કરોડ રૂપિયા વધી ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝૂનઝૂનવાલાના બે પસંદગીના સ્ટોક
રાકેશ ઝૂનઝૂનવાલાના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેલ્યૂવાળા બે સ્ટોક ટાઈટન અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ છે. કાલના વેપારમાં આ બન્ને સ્ટોકમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો. ટાટા ગ્રુપની કંપની ટાઈટનના શેરોમાં લગભગ 08 ટકાની તેજી જોવા મળી, તો સ્ટાર હેલ્થના શેર 16 ટકાથી વધુનો ઉછાળો મેળવવામાં સફળ રહ્યા. ભારતના વોરેન બફેટના નામથી મશહૂર રાકેશ ઝૂનઝૂનવાલાની ટોટ નેટવર્થમાં આ બે શેરોનું મોટું યોગદાન છે.


ટાઈટનમાં ઝૂનઝૂનવાલાના આટલા શેર
બીએસઈ પર ગઈકાલે ટાઈટનનો શેર 114.60 રૂપિયા વધીને 2,128 રૂપિયા પર બંધ થયો હતો. વેપાર દરમિયાન આ એક સમયે 2,170.95 રૂપિયા સુધી ગયો હતો, તેના હિસાબે તેની ઈન્ટ્રા-ડે ઉછાળો 7.8 ટકા સુધી રહ્યો. છેલ્લા એક વર્ષમાં ટાઈટનના શેરમાં 23 ટકાથી વધુ મજબૂત થયો છે. અત્યારે હાલ તેની માર્કેટ કેપ 1,88,920 કરોડ રૂપિયા છે. તેનો 52 વીકનો હાઈ 2,767.55 રૂપિયા છે, જ્યારે 52 વીક લો 1.661.85 રૂપિયા છે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નને જોઈએ તો તેમાં રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની પત્નીની પાસે 5.05 ટકા ભાગેદારી છે. તેનો મતલબ એવો થયો કે ઝૂનઝૂનવાલા પરિવારની પાસે ટાઈટનના 4,48,50,970 શેર છે.


ટાઈટને વધારે બિગ બુલની સંપત્તિ
ટાઈટનની ચાલું ફાઈનાશિયલ વર્ષની પહેલી ત્રિમાસિક એટલે કે એપ્રિલ-જૂન દરમિયાન વેચાણમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન કંપનીના વેચાણમાં 205 ટકાનો વધારો થયો. કંપનીએ દરેક કેટેગરીમાં શાનદાર પરફોર્મ કર્યું. પછી જબરદસ્ત પરિણામના કારણે ગઈકાલે તેના શેરોમાં ભારે ખરીદદારી જોવા મળી. તેના કારણે ટાઈટનના શેરોમાં ભારે ઉછાળો નોંધાયો. માત્ર ટાઈટનની ગઈકાલની ઉડાનથી ઝૂનઝૂનવાલાની સંપત્તિ 513.99 કરોડ રૂપિયા વધી ગઈ.


સ્ટાર હેલ્થથી થઈ આટલી કમાણી
બીજી બાજુ ગુરુવારે સ્ટાર હેલ્થના શેર બીએસઈ પર 54.25 રૂપિયા વધીને 530.20 રૂપિયા પર બંધ થયો. અત્યારે તેનો માર્કેટ કેપ લગભગ 30,544.83 કરોડ રૂપિયા છે. આ કંપનીમાં રાકેશ ઝૂનઝૂનવાલાની પાસે 82,882,958 શેર છે. એટલે કે 14.40 ટકા ભાગેદારી છે. જ્યારે તેમની પત્નીરેખા ઝૂનઝૂનવાલાની પાસે 3.11 ટકા એટલે કે 17,870,977 શેર છે. આ રીતે બન્નેની પાસે મળીને સ્ટાર હેલ્થની 17.5 ટકા ભાગેદારી એટલે કે 100,753,935 શેર છે. તેમાંથી આવેલી તેજીથી ગઈકાલે ઝૂનઝૂનવાલાની સંપત્તિમાં 546,59 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube