રાકેશ ઝુનઝુનવાલાની ભવિષ્યવાણી, 2019માં આ પાર્ટીની બનશે સરકાર, આ પહેરશે PMનો તાજ
રાકેશ ઝુનઝુનવાલા શેર બજારમાં તેની સટીક ભવિષ્યવાણીને કારણે જાણીતો છે. અન્ય રોકાણકારો પણ તેમની વ્યૂહરચના મજબ રોકાણ કરે છે.
નવી દિલ્હી: શેરબજારમાં પૈસા કમાવવા એ સૌથી મુશ્કેલ ગણાય છે, પરંતુ એક શખ્સએ 5000 હજાર રૂપિયાની રકમથી 240 કરોડ ડૉલર એટલે કે 17,617 કરોડ નું નેટવર્ક ઉભુ કર્યું છે. તે ભારતીય વૉરેન બફેટના નામથી પણ જાણીતા થયા છે. 1985માં સ્નાતકની ડિગ્રી મેળવીને તેમણે ફુલ ટાઇમ શેર બજારમાં વેપાર કરવાની શરૂઆત કરી હતી. આજે એ દેશના દિગ્ગજ રોકાણકાર છે. અને શેર બજારમાં તેમને બિગ બુલ કહેવામાં આવે છે. રાકેશ ઝુનઝુનવાલા શેર બજારમાં તેની ભવિષ્યવાણી માટે માટે ઓળખવામાં આવે છે. બીજા રોકાણકારો પણ તેની રણનીતિ હિસાબે રોકાણ કરે છે.
રાજનીતિમાં કરે છે સટીક ભવિષ્યવાણી
શેર બજારમાં રાકેશ ઝુનઝુનવાલાની ભવિષ્યવણી એકદમ સટીક માનવામાં આવે છે. ત્યારે રાજનીતિક ક્ષેત્રએ પણ તેની ભવિષ્યવાણી એકદમ સટીક રહે છે. વર્ષ 2014માં રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે આ વખતે સત્તામાં બીજેપી આવશે અને મોદી પીએમ બનશે. અને એવું જ થયું હતું. પરંતુ, અલગ-અલગ સર્વેમાં અને પોલમાં બીજેપીને પૂર્ણ બહૂમત દેખાડવામાં આવી નોહતી. આ વર્ષે પણ રાકેશ ઝુનઝુનવાલાએ પહેલેથી જ ભવિષ્યવાણી કરીછે, કે 2019માં કોની સરકાર બનશે અને કોણ પીએમ બનશે.
વધુ વાંચો...PNB કૌભાંડ: મેહુલ ચોકસીના નજીકના દીપક કુલકર્ણીની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ
2019માં આવશે આ પાર્ટીની સરકાર
એક બિઝનેસ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુંમાં રાકેશ ઝુનઝુનવલાએ કહ્યું કે 2019માં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, મહત્વનું છે, કે આ વખતે પૂર્ણ બહુમત નહી આવે. પણ નરેન્દ્ર મોદી જ ફરીવાર પ્રધાનમંત્રી બનશે. જ્યારે,રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બીજેપીની સરકાર આવશે. રાકેશ ઝુનઝુનવાલા અનુસાર શેર બજારની ચાલ પર પણ એ વાત રહેલી છે, કે સરકાર કોની આવશે.
નિફ્ટી નહિં જાય 10000ન નીચે
રાકેશ ઝુનઝુનવાલાનું કહેવું છે, કે ખરાબ માહોલની વચ્ચે પણ બજારનું પ્રદર્શન ખુબજ સારૂ માનવામાં આવી રહ્યું છે. અને નવા શિખરો સર કરવાથી બજાર પણ થાકી ગયું છે. તેમણે કહ્યુ કે, ચૂંટણી, ટ્રેડવોર અને,રૂપિયો બજારની નીશા નક્કી કરશે. પરંતુ તેમનુ માનવું છે, કે નિફ્ટી 10,000ની નીચે નહિ જાય અને ક્રુડના ભાવોમાં હજી પણ ઘટાડો આવશે, રૂપિયા ડોલરની સરખામણીએ હજી પણ ડાઉન થવાની શક્યાતાઓ છે.