Raksha Bandhan 2024: રક્ષાબંધન તહેવારનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેની સાથે અસંખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે. સંસ્કૃતમાં રક્ષા બંધન એટલે રક્ષાની દોરી બંધાવી જ્યાં ભાઈ તેની બહેનને રક્ષણનું વચન આપે છે. આ શુભ દિવસે બહેનો ધાર્મિક રીતે તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ અને સુખી જીવનની કામના કરે છે. બદલામાં ભાઈ દરેક સંજોગોમાં તેની બહેનનું રક્ષણ કરવા અને તેની સંભાળ રાખવાનું વચન આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધે છે તો ભાઈ બહેનને કોઈને કોઈ ગિફ્ટ આપતો હોય છે. તમે પણ તમારી બહેનને કોઈ ગિફ્ટ આપતા હશો પરંતુ અમે આપને એવી ગિફ્ટો વિશે જણાવીશું જે તમારી બહેનનું ભવિષ્ય સુરક્ષિત કરશે. રક્ષાબંધન પર ગિફ્ટ આપવા માટે સામાન્ય રીતે જે વસ્તુઓનો વ્યક્તિ વિચાર કરે છે, તે છે હેન્ડબેગ, ઘડિયાળ, ઘરેણાં, કપડાં, મીઠાઈનું બોક્સ, ચોકલેટ અથવા ડ્રાય ફ્રૂટ્સ. જોકે, નાણાંકીય જોખમથી બહેનને બચાવવા અને ફાઇનાન્શિયલ સિકયુરિટી આપવાની ભાવના ધરાવો છો, તો અહીં કેટલીક બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ.


તમે બહેનના ભવિષ્યના સુરક્ષિત કરવા માટે આરોગ્ય વીમો ખરીદીને તમે તેના હોસ્પિટલના ખર્ચની જવાબદારી ઉઠાવો છો અને જરૂર પડ્યે તે હોસ્પિટલના ખર્ચાળ બીલ અને તબીબી સારવાર બાબતે સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરો છો. તમે તમારી બહેનને યોગ્ય પ્લાનને શોર્ટલિસ્ટ કરવામાં અને તેને ખરીદવામાં મદદ કરવા માટે રોકડ કેશ પણ ગિફ્ટમાં ઓફર કરી શકો છો.


SIP શરૂ કરો, તેના સપના પુરા કરવામાં મદદ કરો-
જ્યારે બચતની વાત આવે છે ત્યારે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનએ એક ઉત્તમ પદ્ધતિ છે. જોકે કે બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું મહત્વનું છે. કારણ કે તે લાંબાગાળે એક્ટિવ પોર્ટફોલિયો મલ્ટીપ્લાયરની મદદથી ફાયદાકારક સાબિત કરી શકે છે. જેમ તમારા જીવનમાં પૈસાને લઈને કેટલાક ટાર્ગેટ છે તેમ તમારી બહેનના પણ હશે. અને એક કર્તવ્યનિષ્ઠ ભાઈ તરીકે તમે તેને નાણાંકીય સુરક્ષાની ભાવનામાં ફાળો આપીને તેમાંથી કેટલાક સપના પૂર્ણ કરવામાં મદદ કરી શકો છો.


બહેન માટે સેવિંગ્સ બેંક એકાઉન્ટ ખોલો-
તમારી બહેન પાસે બેંક ખાતું ન હોય તો તેના નામે સારી બેંકમાં એક ખાતું ખોલો. તમે જે રોકડ ભેટ આપવા માંગો છો તે આ સેવિંગ એકાઉન્ટમાં જમા કરી શકાય છે. આ રીતે તેણીને રોકડ પૈસા પણ મળશે અને તેનું વ્યાજ મેળવવામાં પણ મદદ થશે. કદાચ પોકેટ મની તરીકે પૈસા જમા કરી શકો છો, જેને તે ઈચ્છા મુજબ ખર્ચ કરી શકશે. તેવી જ રીતે તેણીને નેટ અને મોબાઈલ બેંકિંગથી પરિચિત કરો, જે તેને સરળ અને સુવિધાજનક બેંકિંગનો લાભ લેવામાં મદદ કરશે.


બહેનના નામે ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરો-
બેંક બચત ખાતું ખોલવા ઉપરાંત તમે તમારી બહેન માટે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરવાનું વિચારી શકો છો. બચત ખાતાની સરખામણીએ FDમાં વ્યાજના વધુ સારા દર હોવાથી તમારી બહેનની ભવિષ્યની નાણાંકીય સુરક્ષામાં ઉમેરો થશે.


ગિફ્ટ કાર્ડ આપો-
ગિફ્ટ કાર્ડ એ એક પ્રીપેડ કાર્ડ છે જે બેંકો દ્વારા ઓફર કરવામાં આવે છે અને મર્ચેન્ડાઈઝ આઉટલેટ્સ અને ઓનલાઈન શોપિંગ પોર્ટલ પર મોટા પાયે સ્વીકારવામાં આવે છે. ગિફ્ટ કાર્ડ રૂપિયા 500થી રૂપિયા 50 હજાર સુધીના મૂલ્યના આવે છે અને તે થૉડા કલાકમાં જ એક્ટિવ થઇ જાય છે. ઈ-ગિફ્ટ કાર્ડ તરત જ એક્ટિવ થઇ જાય છે. તમારી બહેન માટે આ ફાઇનાન્શિયલ ગિફ્ટસ માત્ર તેના માટે તમારો પ્રેમ જ નહીં, પરંતુ તેણીને નાણાંકીય સુરક્ષા અને સ્વતંત્રતામાં પણ આપશે, જે એક જવાબદાર એન પ્રેમાળ ભાઈ તરીકે તમે હંમેશા ઈચ્છો છો.


આ નાણાંકીય પદ્ધતિઓ તમારી બહેનને પૈસાને બચાવવા, સુરક્ષિત રાખવા અને રોકાણ કરવામાં મદદ કરે છે. અત્યારે અને ભવિષ્યમાં આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં તમારા પ્રયત્નોને કારણે તમારી બહેનને ઇમર્જન્સીની સ્થિતિમાં લોન પર આધાર રાખવાની જરૂર પડશે નહીં. આખરે ભાઈ બહેનનું આ બંધન જીવનભર એકબીજાની સુરક્ષા અને પ્રગતિમાં સહકાર આપવા વિશે તો છે


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ માત્ર પ્રાથમિક માહિતીને આધારિત છે. ZEE 24 કલાક તમને રોકાણની સલાહ આપતું નથી, કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)