મુંબઇ: અભિમન્યુ દાસાનીએ પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ઉર્જાથી ભરપૂર રણવીર સિંહ ફિલ્મ 'મર્દ કો દર્દ નહી હોતા'થી સૂર્યાને પંચ મારતા જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં પીડારહિત વ્યક્તિનું પાત્ર ભજવી રહેલા અભિમન્યુ દાસાની ઉર્ફે સૂર્યાને તે સમયે હકિકતમાં દર્દનો અનુભવ થયો હતો, જ્યારે તેમણે રણવીર સિંહ પાસેથી ફ્લાઇંગ પંચ મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો શેર કરતાં અભિમન્યુએ ટ્વિટ કરીને લખ્યું કે "Simmba meets Surya! Dard nahi hota baki sab hota hai Still love you bro tu hu Mera Bhai hai @RanveerOfficial ❤🤗 ". 



'મર્દ કો દર્દ નહી હોતા' પોતાની રિલીઝ પહેલાં જ પોતાના કંટેત અને અદ્વિતિય કહાણીના લીધે તે ચર્ચામાં છે. નિર્માતાઓએ દર્શકોને આકર્ષવા માટે ઘણા પોસ્ટર સાથે વિભિન્ન પાત્રો અને તેમના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે.


મામી ફિલ્મ ફેસ્ટિવલમાં તેની સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે વખાણવામાં આવી હતી અને આ સાથે જ ફિલ્મ રિલીઝ પહેલાં ચર્ચામાં છવાઇ ગઇ છે. એક દુર્લભ બિમારીથી પીડિત એક છોકરાની અસામાન્ય કહાણીને દર્શાવતાં, ફિલ્મ 'મર્દ કો દર્દ નહી હોતા' ટીઆઇએફએફમાં મિડનાઇટ મેડનેસ એવોર્ડ જીતી ચૂકી છે. અભિમન્યુ દાસાની અને રાધિકા મદાન ફિલ્મના મનોરંજક એક્શન દ્વશ્યોમાં માર્શલ આર્ટ સાથે એક્શનનો તડકો લગાવતાં જોવા મળશે. જ્યારે ગુલશન દેવૈયા ફિલ્મમાં એક અપરંપરાગત ખલનાયક અને એક માર્શલ આર્ટ વિશેષજ્ઞની બેવડી ભૂમિકામાં જોવા મળશે. 


આરએસવીપીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ રોની સ્ક્રૂવાલા દ્વારા નિર્મિત છે, અને વાસન બાલા લિખિત અને નિર્દેશિત છે. અભિમન્યુ દાસાની, રાધિકા મદાન, ગુલશન દેવૈયા, મહેશ માંજરેકર અને જિમિત ત્રિવેદી ફિલ્મમાં અભિન્યથી દર્શકોનું મનોરંજન કરતાંન જોવા મળશે. આ ફિલ્મ 21 માર્ચ 2019ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.