મુંબઇ: પાકિસ્તાન (Pakistan)થી આવેલા આતંકવાદીઓએ 12 વર્ષ પહેલાં આજના દિવસે મુંબઇ (Mumbai)ને હચમચાવી દીધું હતું. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલા (26/11 Mumbai Attack)માં આતંકવાદીઓએ તાજ હોટલ સહિત ઘણી જગ્યાઓને ટાર્ગેટ બનાવી હતી. મુંબઇ હુમલાની વરસી પર ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટા (Ratan Tata)એ તાજ હોટલની એક પેઇન્ટિંગ શેર કરી છે અને સાથે તેમણે એક ભાવુક પોસ્ટ પણ લખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતન ટાટાની ભાવુક પોસ્ટ
રતન ટાટા (Ratan Tata)એ તાજ હોટલની એક પેઇન્ટિંગ શેર કરી છે, જેના પર લખ્યું છે 'અમને યાદ છે' (We remember).આ સાથે તેમણે પોસ્ટમાં લખ્યું 'આજથી 12 વર્ષ પહેલાં જે વિનાશ થયો, તેને ક્યારે ભૂલી ન શકાય, પરંતુ જે વધુ યાદગાર છે, આ તે દિવસ છે જે આતંકવાદ અને વિનાશને ખતમ કરવા માટે જે પ્રકારે મુંબઇના લોકો તમામ મતભેદોને ભુલાવીને એક સાથે આવ્યા.'


રતન ટાટાએ એકતાના કર્યા વખાણ
તેમણે આગળ લખ્યું 'અમે જેમને ગુમાવ્યા, જેમણે દુશ્મન પર જીત મેળવવા માટે કુરબાનીઓ આપી, આજે અમે જરૂર તેમનો શોક મનાવી શકીએ છીએ. પરંતુ અમે તેને એકતા, દયાળુતા અને તેમના કૃત્યો અને સંવેદનશીલતાની પણ પ્રશંસા કરવી પડશે જે અમે આપણે યથાવત રાખવી જોઇએ અને આશા છે કે આગામી દિવસોમાં તે વધશે જ. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube