ઉદ્યોગ જગતના ટાઈટન રતન ટાટાનો અવાજ હવે ક્યારેય સાંભળવા નહીં મળે. તેમના નિધનથી દેશ આઘાતમાં સરી પડ્યો છે. જીવનના અંતિમ સમયે પણ રતન ટાટા એક્ટિવ હતા. તેઓ પોતાનો સમય સોશિયલ મીડિયા ઉપર પણ વિતાવતા હતા. થોડા દિવસ પહેલા જ્યારે તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા તો રતન ટાટાએ પોતે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ જ સોશિયલ મીડિયા પર તેમની અંતિમ પોસ્ટ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતન ટાટાની લાસ્ટ પોસ્ટ
તેમણે પોતાની અંતિમ પોસ્ટને કેપ્શન આપ્યું હતું...મારા વિશે વિચારવા બદલ આભાર. તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું હતું કે હું મારા સ્વાસ્થ્ય વિશે હાલમાં ફેલાયેલી અફવાઓથી અવગત છું અને તમામને આશ્વસ્ત કરવા માંગુ છું કે આ દાવા નિરાધાર છે. હું હાલમાં મારી ઉંમર અને સંબંધિત ચિકિત્સા સ્થિતિઓના કારણે ચિકિત્સા તપાસ કરાવી રહ્યો છું. ચિંતાનું કોઈ કારણ નથી. હું સારા મૂડમાં છું અને અપીલ કરું છું કે જનતા અને મીડિયા ખોટી સૂચના ફેલાવવાથી બચે. 



બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ
 રતન ટાટા કેટલાક દિવસથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી ફક્ત ભારતીય ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો થયો હતો. તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકાના આર્સ્ટિન વિશ્વવિદ્યાલયથી લીધુ. 1962માં ટાટા ગ્રુપમાં સામેલ થયા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને છેલ્લે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. ટાટા ગ્રુપના ચેરમેન હતા ત્યારે તેમણે અનેક નવી કંપનીઓ સ્થાપી. જેમાં ટાટા નેનો, ટાટા મોટર્સ, અને ટાટા સ્ટીલ સામેલ છે.