Jimmy Naval Tata: રતન ટાટાનું નામ હોય કે ટાટા ગ્રુપની વાત હોય. તેનું નામ લેતા જ ભરોસાનો ભાવ બનવા લાગે છે. ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા દુનિયાભરના સૌથી સન્માનિત ભારતીય અબજોપતિમાંથી એક છે. પોતાની પરોપકારિતા, વ્યાવસાયિક કૌશલ અને બુદ્ધિમાની માટે જાણીતા રતન ટાટાની સંપત્તિ 3800 કરોડ રૂપિયાથી વધુ છે. રતન ટાટાનો પરિવાર પેઢીઓથી કારોબારી સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. તેમના પરિવારના મોટા ભાગના સભ્યોએ તેમાં પોતાની જવાબદારી નિભાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિમી નવલ ટાટાને ઓછા લોકો જાણે છે
રતન ટાટા અને તેમનો પરિવાર સમય-સમય પર મીડિયામાં જોવા મળે છે. પરંતુ ખુબ ઓછા લોકો તેમના નાના ભાઈ જિમી નવલ ટાટા વિશે જાણે છે. રતન ટાટાથી એકદમ અલગ તેમના ભાઈ જિમી ટાટા મીડિયાથી દૂર રહે છે. પોતાની સાધારણ લાઇફસ્ટાઇલ માટે જાણીતા જિમી ટાટાનો રતન ટાટા સાથે ગાઢ સંબંધ છે. બંને ભાઈઓ વચ્ચે પ્રેમ ત્યારે જોવા મળ્યો જ્યારે રતન ટાટાએ સોશિયલ મીડિયા પર તેમની બાળપણની તસવીરો શેર કરી હતી.


આ પણ વાંચોઃ લોન્ચિંગ પહેલા 151% નો બમ્પર પ્રોફિટ, આગામી સપ્તાહે ઓપન થશે 5 આઈપીઓ, જાણો વિગત


ભાઈ જિમીને જન્મદિવસની શુભેચ્છા આપી
આ ફોટોમાં તે પોતાના ભાઈ જિમી ટાટા સાથે છે. રતન ટાટાએ તે તસવીરની સાથે ભાઈ જિમીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ ફોટો 1945નો છે અને રતન ટાટાએ લખ્યું- બંને ભાઈઓ વચ્ચે કોઈ અંતર નથી આવ્યું. રતન ટાટાએ મોટા ભાઈ હોવાને કારણે પારિવારિક વ્યવસાય સંભાળ્યા બાદ ખુબ સફળતા મેળવી. પરંતુ જિમી ટાટાએ સાધારણ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.


કોલાબામાં એક 2BHK ફ્લેટ
હજારો કરોડની સંપત્તિ છતાં જિમી નવલ ટાટા ચર્ચાથી દૂર મુંબઈના કોલાબામાં એક 2BHK ફ્લેટમાં રહે છે. તે લાઇમલાઇટથી દૂર રહે છે. હર્ષ ગોએન્કા તરફથી શેર કરવામાં આવેલી એક પોસ્ટ અનુસાર જિમી ટાટા એક નાના ફ્લેટમાં રહે છે અને તેમનો પરિવારના બિઝનેસમાં કોઈ રસ નથી. તે એક સારા સ્ક્વેશ ખેલાડી છે.


આ પણ વાંચોઃ 2 રૂપિયાનો શેર ખરીદવાની લૂટ, રોકેટની જેમ ભાગી રહ્યો છે ભાવ, 21 મેએ મહત્વની બેઠક


મીડિયા રિપોર્ટ અનુસાર તે (જિમી ટાટા) મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા નથી. તેમને બધા સમાચાર છાપામાંથી મળે છે. તે ટાટા સન્સ, ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર, ઈન્ડિયન હોટલ્સ અને ટાટા કેમિકલમાં એક મહત્વના શેરહોલ્ડર છે. ટાટા ગ્રુપના બિઝનેસમાં થનાર તમામ ડેવલોપમેન્ટની જાણકારી તેમને રહે છે.