Ration Card: ખુશખબર! હવે રાશનકાર્ડ નહીં હોય તો પણ મફતમાં મળશે અનાજ, ફટાફટ જાણો સમગ્ર પ્રક્રિયા
આ સિવાય યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડમાં રાશન કાર્ડ ન હોવા છતાં મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ મફત રાશન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા.
નવી દિલ્હીઃ રાશન કાર્ડના લાભાર્થીઓ માટે એક ખુશખબર છે. કેન્દ્ર સરકાર (Modi Government) દેશના ઘણા રાજ્યોમાં મફત રાશન (Free Ration) આપી રહી છે. હવે એ જ તર્જ પર ઘણા રાજ્યોમાં પણ મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં પણ 'વન નેશન વન રાશન કાર્ડ સ્કીમ' (One Nation One Ration Card Scheme) લાગુ થયા બાદ અન્ય રાજ્યોના લોકોને પણ ફ્રી રાશન મળવા લાગ્યું છે.
આ સિવાય યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડમાં રાશન કાર્ડ ન હોવા છતાં મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ મફત રાશન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા.
કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 2 લાખ રૂપિયા! જાણો 18 મહિનાના DA એરિયર્સ પર મોટું અપડેટ
રેશન કાર્ડ પર જોર શોરથી ખઈ રહ્યું છે કામ
તેની સાથે સાથે જ દેશમાં નવા રેશનકાર્ડની સાથે જૂના રેશનકાર્ડમાં નામ ઉમેરવા અને કાઢી નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તમારું રેશનકાર્ડ આધાર અથવા બેંક ખાતા સાથે લિંક થયેલું હોવું જોઈએ. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને દિલ્હી-એનસીઆરમાં સસ્પેન્ડેડ કાર્ડ્સ પણ તાજેતરમાં લિંક કરવામાં આવ્યા છે.
PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને બખ્ખા! તમારા ખાતામાં હજુ નથી આવ્યા 4000 રૂપિયા? તુરંત કરો આ કામ
વન નેશન વન રાશન કાર્ડ
દિલ્હી સરકાર દ્વારા 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના હેઠળ અનાજનું વિતરણ હવે તમામ ઈ-પીઓએસના માધ્યમથી લાગુ કરવામાં આવી રહ્યું છે. હવે આ અંતર્ગત લાભાર્થીઓ કાર્ડ વિના પણ મફત રાશન મેળવી શકશે. પરંતુ આ માટે તમારા કાર્ડને આધાર અથવા બેંક સાથે લિંક કરવું ફરજિયાત છે. તેના સિવાય દિલ્હી સરકારે આ સુવિધા આપી છે કે જો તમારી તબિયત સારી નથી અથવા કોઈ કારણસર તમે રાશનની દુકાનમાં જઈ શકતા નથી, તો તમારી જગ્યાએથી એટલે કે તમારા કાર્ડ પર અન્ય કોઈ પણ રાશન લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube