Ration Card New Rule: જો તમે પણ રાશન કાર્ડધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. જો તમે પણ સરકારના માપદંડથી અલગ જઇને રાશન યોજનાનો ફાયદો ઉઠાવ્યો છે તો હવે સરકાર તમારા પર શિકંજો કસી શકે છે. જોકે સરકારે રાશન કાર્ડને લઇને સખતાઇ બતાવતાં કેટલીક શરતો હેઠળ રાશન કાર્ડ સરેંડર કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જો તમે તેનું ઉલ્લંઘન કર્યું તો તમે તમારા પર કાર્યવાહી થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશમાં અપાત્ર રાશન કાર્ડધારીઓ પર કાર્યવાહીની તૈયારી થઇ ગઇ છે. આ કાર્ડ ધારકોને રાશન કાર્ડ સરેંડર કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે તેની પાત્રતા પણ જાહેર કરી દીધી છે. તેના અંતગર્ત રાશન કાર્ડ સરેંડર માટે માપદંડ નક્કી કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી 8 લાખ અપાત્ર કાર્ડને નાબૂદ કરવામાં આવ્યા છે. 


રાશન કાર્ડની પાત્રતાના નિયમ
- ઉત્તર પ્રદેશના નિવાસી હોવું અનિવાર્ય.
- પરિવારનું સંચાલન કરનાર મુખિયા એક મહિલા હોય.
- પરિવારની માસિક આવક 15,000 થી ઓછી હોય.
- જો પુરૂષ મુખિયા છે તો જે અસાધ્ય રોગથી ગ્રસિત અથવા જેની ઉંમર 60 વર્ષથી વધુ હોય અને પરિવાર ચાલી રહ્યો હોય અને પારિવારિક માસિક આવક 15,000 રૂપિયાથી વધુ ન હોય.
- ઘરની મહિલા મુખિયાની ઉંમર 18 વર્ષથી વધુ હોય.
- એવો પરિવાર જેની પાસે સિંચિંત ભૂમિ 2 હેક્ટરથી ઓછી હોય.


આ લોકોને રાશન કાર્ડ સરેંડર
- જેની પાસે ફોર વ્હીલર ગાડી હોય, તેમના રાશન કાર્ડ સરેંડર કરવા પડશે.
- ફોર વ્હીલર ગાડીમાં કારથી માંડીને ટ્રેકટર સુધી સામેલ કરવામાં આવ્યા છે.
- રાશન કાર્ડ ધારકો પાસે ગ્રામીણ અથવા શહેરી ક્ષેત્રમાં 100 વર્ગ મીટરમાં બનેલું પાકુ મકાન ન હોય.
- સરકારી કર્મચારીને કાર્ડ સરેંડર કરવું પડશે.
- પાકુ મકાન, ઘરમાં એસી અને 5 કિલોવોટ અથવા તેનાથી વધુની ક્ષમતાના જનરેટર સેટ રાખનારાને કાર્ડ જમા કરાવવા પડશે. 
- શહેર ક્ષેત્રના પરિવારને વાર્ષિક આવક 3 લાખથી વધુ હશે તો કાર્ડ સરેંડર કરવા પડશે. 
- હથિયારનું લાઇસન્સ રાખનારને સરેંડર કરવું પડશે રાશન કાર્ડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube