ફગવાડા : કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે સરકાર બહુ જલ્દી લાયસન્સનું આધાર સાથે જોડાણ ફરજિયાત બનાવશે. પંજાબના ફગવાડામાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની 106મી ભારતીય વિજ્ઞઆન કોંગ્રેસમાં સંબોધન કરતા તેમણે એલાન કર્યું છે કે સરકાર બહુ જલ્દી એક કાયદો લાવી રહી છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે જોડવાનું અનિવાર્ય બનાવી દેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલમંત્રીની ઓફરઃ ટ્રેનમાં મફત મળશે જમવાનું, પણ આ શરતે


આ કાયદાની જરૂરિયાત વિશે જણાવતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે અત્યારે એક્સિડન્ટ પછી જવાબદાર વ્યક્તિ ભાગી જાય છે અને પછી ડુપ્લિકેટ લાયસન્સ મેળવી લે છે. આના કારણે તેને સજામાંથી બચવામાં મદદ મળે છે. જોકે ડ્રાઇવિંગ લાયસન્સ આધાર સાથે લિંક થઈ જશે એ પછી વ્યક્તિ ભલે પોતાનું નામ બદલી લે પણ બાયોમેટ્રિક્સ નહીં બદલી શકે. તે પોતાની આંખની કીકી કે પછી આંગળીનું નિશાન કોઈ સંજોગોમાં બદલી નહી શકે. આ વ્યક્તિ ડુપ્લિકેટ લાયસન્સ લેવા જશે ત્યારે સિસ્ટમ કહેશે કે તેની પાસે પહેલાંથી જ ડ્રાઇવિંગ લાયસન્સ છે અને એટલે એને નવું લાયસન્સ ન મળી શકે. 


કેન્દ્ર સરકારના 'ડિજિટલ ઇન્ડિયા' કાર્યક્રમની પ્રશંસા કરીને મંત્રીને દાવો કર્યો છે કે એના કારણે શહેરી અને ગ્રામીણ વિસ્તાર વચ્ચેની ખાઈ ભરાઈ છે. રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે, ''123 કરોડ આધાર કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. ભારતમાં 121 કરોડ મોબાઇલ ફોન છે જેમાંથી 44.6 કરોડ સ્માર્ટફોન છે અને ઇન્ટરનેટના 56 કરોડ વપરાશકર્તા છે. આ સિવાય ઇ કોમર્સમાં 31 ટકાનો વધારો થયો છે જ્યારે ભારતની વસતી 130 કરોડ છે.'' 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...