નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરી દિવાળીની ભેટ આપી છે. રિઝર્વ બેંકે શુક્રવારે નાણાકીય નીતિ સમીક્ષા રજૂ કરી હતી. તેમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે એક ચર્તૃથાંશ ટકાનો ઘટાડો કર્યો છે. રેપો રેટ ઘટ્યા બાદ બેંક પણ વ્યાજ દર ઘટાડશે અને લોકોને હોમ લોન, ઓટો લોન વગેરેના ઇએમઆઇ ઘટી જશે. આ સાથે જ આ વર્ષે અત્યાર સુધી વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. રેપો રેટ હવે 5.15 ટકા રહી ગયો છે. આશા છે કે બેંક દિવાળી પહેલાં તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે રેપો રેટ?
રેપો રેટ તે દર હોય છે, જેનાપર આરબીઆઇ બેંકોને લોન આપે છે. જોકે જ્યારેપણ બેંકો પાસે ફંડની ખોટ હોય છે, તો તે તેની ભરપાઇ કરવા માટે સેંટ્રલ બેંક એટલે કે આરબીઆઇ પાસેથી પૈસા લે છે. આરબીઆઇ દ્વારા આપવામાં આવનાર આ લોન એક ફિકસ્ડ રેટ પર મળે છે. આ રેપો રેટ કહેવાય છે .તેને ભારતીય રિઝર્વ બેંક દર ત્રિમાસિકના આધારે નક્કી કરે છે. 

હોમ અને કાર લોનવાળાને મળશે ખુશખબરી! RBI કરી શકે છે આ જાહેરાત


કયા કારણોથી થયો ઘટાડો
આ પહેલાં રિઝર્વ બેંકે ઓગસ્ટમાં નાણાકીય નીતિ સમીક્ષા કરી હતી અને ત્યારે પણ વ્યાજ દરોમાં એક ચતૃર્થાંશ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આર્થિક પરિસ્થિતિમાં ખૂબ ફેરફાર આવ્યો છે. આ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા રહ્યો છે. જેના પર આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ પણ આશ્વર્ય વ્યક્ત કર્યું હતું. ત્યારબાદ સરકારે અચરજ પમાડતાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો, જેથી સરકારનસ ખજાનામાં 1.45 લાખ કરોડ રૂપિયાના ઘટાડાનું અનુમાન છે. આ ઉપરાંત પીએમસી બેંકના સંકટથી નાણાકીય સિસ્ટમની અનિશ્વિતતા વધી ગઇ છે. 


આ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા રહી ગયો છે અને નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ ફક્ત 6.8 ટકા રહ્યો છે. રિઝર્વ બેંકે પ્રથમ ત્રિમાસિકમાં 5.8 ટકા ગ્રોથ હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આ ખોટું સાબિત થયું. 


બેંક તથા નાણાકીય સેક્ટરનું સંકટ
IL&FS ઢળી પડતાં અને પીએમસી સહિત ઘણી નાણાકીય કંપનીઓ, બેંકોની મુશ્કેલીઓથી રિઝર્વ બેંક માટે આ સિસ્ટમમાં સ્થિરતા જાળવી રાખવાનો પડકાર છે. રિઝર્વ બેંકે તાજેતરમાં વિશ્વાસ અપાવ્યો છે કે ભારતીય બેંકિંગ સિસ્ટમ મજબૂત અને સુરક્ષિત છે અને જનતાને ચિંતા કરવાની જરૂર નથી. એવી અફવાઓ પણ ઉડી હતી કે એનપીએના લીધે ઘણી બેંકો બંધ થઇ રહી છે, જેનું રિઝર્વ બેંકે ખંડન કર્યું છે. 


આ ઉપરાંત અર્થવ્યવસ્થાની સુસ્તી અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી નાણાકીય નુકસાનના મોરચા પર નવા પ્રકારની ચિંતાઓ ઉભી થઇ છે. રાજકોષીય નુકસાન જીડીપીના 3.3 ટકાના લક્ષ્યને પાર કરવાની આશંકા છે. વધુ રાજકોષીય નુકસાનથી મોંઘવારી વધી શકે છે. 

આમ આદમીને મળશે રાહત
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઓછો કરવાથી સામાન્ય માણસને રાહત મળશે. જે લોકોએ ઘર માટે અથવા પછી વાહન માટે લોન લીધી છે, તેમની ઇએમઆઇ રેપો રેટ ઓછો થતાં ઘટી શકે છે.