નવી દિલ્હી: ગુરૂવારે ભારતીય રિઝર્વ બેંક ક્રેડિટ પોલિસી જાહેર કરશે. જાણકારોએ જણાવ્યું હતું કે ટોચની બેંક મોનેટરી પોલિસીની સમીક્ષામાં નીતિગત દરોમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. ગત બે બેઠકોમાં પણ બેંક વ્યાજ દરોમાં એક ચતૃથાંશ-એક ચતૃથાંશનો ઘટાડો કરી ચૂકી છે. કેટલાક જાણકારો રેપો રેટમાં 0.25 ટકાની તો કેટલાક 0.50 ટકાનો ઘટાડો થશે એવું માને છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતી અને પ્રસારણ મંત્રીનું મોટું નિવેદન, ટૂંક સમયમાં 5G થશે ઇન્ડીયા


રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની 3 દિવસ સુધી ચાલનાર બેઠક સોમવારે શરૂ થઇ ગઇ છે. 5 જૂનના રોજ ઇદના દિવસે રજા હોવાના કારણે ત્રીજા દિવસે બેઠક 6 જૂનના રોજ થશે આ દિવસે બેંક રેપો રેટ પર પોતાનો નિર્ણય સંભળાવશે. 

RBIનો મોટો નિર્ણય, હવે કોઇપણ નવી બેંકને નહી મળે લાઇસન્સ


તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેંદ્ર મોદી નેતૃત્વમાં બીજીવાર એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં બેંક પોતાની પ્રથમ મોનિટરી પોલિસીની સમીક્ષામાં રજૂ કરશે. જાણકારો કહે છે કે અર્થવ્યવસ્થાની સુસ્તીને રોકવા માટે રિઝર્વ બેંકને વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. 



આમ આદમીને મળશે રાહત
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઓછો કરવાથી સામાન્ય માણસને રાહત મળશે. જે લોકોએ ઘર માટે અથવા પછી વાહન માટે લોન લીધી છે, તેમની ઇએમઆઇ રેપો રેટ ઓછો થતાં ઘટી શકે છે.