RBI Repo Rate: મોંઘવારીની માર સામે ઝઝૂમી રહેલા જનતાને આગામી મહિનામાં સતત આંચકા લાગી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) આગામી અઠવાડિયે યોજાનારી પોતાની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરી શકે છે. વિદેશી બ્રોકરેજ કંપની બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે શુક્રવારે આ દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઇએ મે મહિનામાં પણ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરતાં તેને 4.40 ટકા કરી દીધો હતો. વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે આરબીઆઇએ નીતિગત દરમાં વધારો કર્યો હતો. બ્રોકરેજ કંપનીએ શુક્રવારે રિપોર્તમાં કહ્યું કે મે મહિનામાં પણ ફૂગાવાનો આંકડો 7 ટકા રહેવાનું અનુમાન છે. જોકે રિઝર્વ બેંક તરફથી તેના પર નિયંત્રણ માટે બીજા ઘણા પગલાં ભરવાની આશા છે.


રિપોર્ટ અનુસાર આરબીઆઇ આગામી અઠવાડિયે રેપો રેટમં 0.40 ટકાનો વધારો કરી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટની સમીક્ષામાં પણ તે 0.35 ટકાનો વધારો કરી શકે છે. જો આમ ન થયું તો આરબીઆઇ આગામી અઠવાડિયે 0.50 ટકા અને ઓગસ્ટમાં 0.25 ટકાના વધારાનું મન બનાવી લીધું છે. આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે તાજેતરમાં જ કહ્યું કે ફૂગાવાને 6 ટકાને સંતોષજનક સ્તરની અંદર લાવવાના દબાણને જોતાં નીતિગત દરમં વધુ એક વધારાની કોઇ વાત નથી. 


રિઝર્વ બેંકે જો રેપો રેટ વધારવામાં આવે તો સામાન્ય લોકો માટે લોન મોંઘી થઇ જશે કારણ કે બેંકોની લોનનો ખર્ચ વધશે. રેપો રેટ તે દર હોય છે જેના પર બેંક આરબીઆઇ પાસેથી પૈસા ઉધાર લે છે. જ્યારે આ દર વધી ગયા છે તો બેંકોના લોન ઉંચા રેટ પર મળશે. જોકે તે પણ પોતાના ગ્રાહકોને વધુ દરથી વ્યાજ વસૂલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube