RBI Fake Note Alert: તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી? ક્યાંક તમને પણ આ આશંકા છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'સ્ટાર' સિમ્બોલ (*) વાળી 500 રૂપિયાની નકલી નોટ બજારમાં હાજર છે. હવે RBI એ સ્પષ્ટીકરણ આપ્યું છે કે આ દાવો કેટલો સાચો છે અને કેટલો ખોટો છે. આ મામલે આરબીઆઈએ કહ્યું છે કે જો તમને કોઈ એવી બેંક નોટ મળી છે જેની સીરિઝની વચ્ચે સ્ટાર હોય તો આ નોટ અન્ય નોટની જેમ જ માન્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ જણાવી સમગ્ર હકીકત
આરબીઆઈએ તેના નિવેદનમાં કહ્યું કે ખોટી છાપવાળી નોટોની જગ્યાએ જારી કરવામાં આવનાર નોટ પર નંબર પેનલમાં સ્ટાર માર્ક ઉમેરવામાં આવ્યો છે. આ સ્ટાર માર્ક જોઈને કેટલાક લોકોએ તેની સરખામણી અન્ય 500 રૂપિયાની નોટો સાથે કરી અને તેને નકલી કે ગેરકાયદેસર ગણાવી, જેના પછી RBIએ સંજ્ઞાન લીધું અને માહિતી આપી. રિઝર્વ બેંકે કહ્યું કે સીરીયલ નંબરની નોટોના બંડલમાં ખોટી રીતે પ્રિન્ટ કરેલી નોટોના બદલામાં સ્ટાર માર્કવાળી નોટ જારી કરવામાં આવે છે. આ સ્ટાર માર્ક નોટની સંખ્યા અને તેની આગળ લખેલા અક્ષરોની વચ્ચે મૂકવામાં આવે છે.


નોટ પર સ્ટાર નિશાનનો શું છે અર્થ
રિઝર્વ બેન્કે તે સ્પષ્ટ કરી દીધું છે કે નિશાનવાળી બેન્ક નોટ કોઈપણ બીજી કાયદેસર નોટની જેમ છે. તેનું સ્ટાર નિશાન તે દર્શાવે છે કે તેને બદલેલી કે બીજીવાર પ્રિન્ટ કરેલી નોટની જગ્યાએ જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે સ્ટાર નોટનું પ્રચલન નોટની પ્રિન્ટિંગને સરળ બનાવવા, ખર્ચને ઓછો કરવા માટે વર્ષ 2006માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા રિઝર્વ બેન્ક ખોટી પ્રિન્ટ થનાર નોટને તે નંબરની સાચી નોટથી બદલતું હતું. 


આ પણ વાંચોઃ 5 વર્ષ 5% અને 5 કરોડ, આ છે SIP 'ત્રિપલ 5'વાળી ટ્રિક, દર મહિને મળશે અઢી લાખનું પેન્શન


500 રૂપિયાની નોટની કઈ રીતે કરશો ઓળખ?
500 રૂપિયાની નોટ હાથમાં આવતા તેની ઓળખ થવી જરૂરી છે કે તે અસલી છે કે નહીં. RBI એ નોટની ઓળખ કરવા માટે 17 ઓળખ ચિન્હો જણાવ્યા છે. આ ચિન્હો જોઈને તમે 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકો છો. તેમાં તફાવત સામાન્ય હોય છે, પરંતુ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવી જશે. 


આ રીતે કરો 500ની અસલી નોટની ઓળખ
- જો નોટને લાઇટની સામે રાશખો તો તે જગ્યા પર 500 લખેલું આવશે. 
- આંખની સામે 45 ડિગ્રીના એંગલથી નોટને રાખવા પર તે જગ્યા પર 500 લખેલું જોવા મળશે. 
- તે જગ્યા પર દેવનાગરીમાં 500 લખેલું જોવા મળશે.
- મહાત્મા ગાંધીની તસવીરને એકદમ સેન્ટરમાં દેખાડવામાં આવી છે.
- ભારત અને India ના લેટર્સ લખેલા દેખાશે.
- જો તમે નોટને સહેજ વાળશો તો સુરક્ષા થ્રેડનો રંગ લીલાથી વાદળી થતો જોવા મળશે.
- જૂની નોટની તુલનામાં, ગવર્નરની સહી, ગેરંટી કલમ, વચન કલમ અને આરબીઆઈનો લોગો જમણી તરફ ખસી ગયો છે.
- અહીં મહાત્મા ગાંધીની તસવીર છે અને ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક પણ જોવા મળશે.
- ઉપરની ડાબી બાજુ અને નીચે જમણી બાજુની સંખ્યાઓ ડાબેથી જમણે મોટી થાય છે.
- અહીં લખેલા 500 નંબરનો રંગ બદલાય છે. તેનો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે.
- જમણી બાજુએ અશોક સ્તંભ છે.
- જમણી બાજુનું સર્કલ બોક્સ જેમાં 500 લખેલું છે, જમણી અને ડાબી બાજુએ 5 બ્લીડ લાઇન અને અશોક સ્તંભનું પ્રતીક, મહાત્મા ગાંધીનું ચિત્ર, જે લગભગ મુદ્રિત છે.
- નોટ છાપવાનું વર્ષ લખેલું છે.
- સ્લોગન સાથે સ્વચ્છ ભારતનો લોગો છપાયેલો છે.
- કેન્દ્ર તરફ એક ભાષા પેનલ છે.
- ભારતીય ધ્વજ સાથે લાલ કિલ્લાની તસવીર છપાયેલી છે.
- દેવનાગરીમાં 500 પ્રિન્ટ છે.
- અંધ લોકો પણ ઓળખી શકે છે


ઉપર આપેલા 12માં પોઈન્ટને બ્લાઇન્ડ લોકો (Blind Person)ને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. તેવા લોકો પણ નોટને ટચ કરીને જાણકારી મેળવી શકે છે કે અસલી છે કે નકલી. તેમાં અશોક સ્તમ્ભ મહાત્મા ગાંધીની તસવીર, બ્લીડ લાઇન અને ઓળખ ચિન્હને રફલી પ્રિન્ટ કરવામાં આવ્યા છે.