SWIFT દ્વારા નીરવ મોદીએ કર્યો હતો ગોટાળો, આ નિયમોની નજર અંદાજ કરતાં 36 બેંકોને ફટકાર્યો દંડ
ભારતીય રિઝર્વ બેંકે સ્વિફ્ટ (SWIFT= સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટર બેંક ફાઇનેંશિયલ ટેલિકોમ્યુનિકેશન) સિસ્ટમ સાથે જોડાયેલા નિયમોનું યોગ્ય પાલન નહી કરતાં સરકારી, ખાનગી અને વિદેશી બેંકો સહિત કુલ 36 બેંકો પર 71 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. કેંદ્વીય બેંકે શુક્રવારે આ જાણકારી આપી. સ્વિફ્ટ એક વૈશ્વિક સંદેશ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય એકમોની લેણદેણ કરવામાં આવે છે. હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ આ સિસ્ટમનો દુરઉપયોગ કરીને પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપ્યો હતો.
મુંબઇ: ભારતીય રિઝર્વ બેંકે સ્વિફ્ટ (SWIFT= સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટર બેંક ફાઇનેંશિયલ ટેલિકોમ્યુનિકેશન) સિસ્ટમ સાથે જોડાયેલા નિયમોનું યોગ્ય પાલન નહી કરતાં સરકારી, ખાનગી અને વિદેશી બેંકો સહિત કુલ 36 બેંકો પર 71 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. કેંદ્વીય બેંકે શુક્રવારે આ જાણકારી આપી. સ્વિફ્ટ એક વૈશ્વિક સંદેશ સોફ્ટવેર છે જેનો ઉપયોગ નાણાકીય એકમોની લેણદેણ કરવામાં આવે છે. હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ આ સિસ્ટમનો દુરઉપયોગ કરીને પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપ્યો હતો.
રિઝર્વ બેંકે જે બેંકોને દંડ ફટકાર્યો હતો તેમાં બેંક ઓફ બરોડા, સિટી યૂનિયન બેંક, એચએસબીસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય સ્ટેટ બેંક અને યસ બેંક સામેલ છે. આ દંડ એક કરોડ રૂપિયાથી માંડીને ચાર કરોડ રૂપિયા સુધીનો છે. રિઝર્વ બેંકે આ સંબંધમાં 31 જાન્યુઆરી 2019થી 25 ફેબ્રુઆરી 2019 વચ્ચે વિભિન્ન બેંકોને આદેશ જાહેર કરી દંડ ફટકાર્યો.
દેશના વિદેશી મુદ્વાભંડારમાં જોરદાર વધારો, લાંબા સમય બાદ 400 અરબ ડોલરને પાર
બેંક ઓફ બરોડા પર ચાર કરોડ રૂપિયા, કેનરા બેંક પર બે કરોડ રૂપિયા અને આઇસીઆઇસીઆઇ બેંક તથા યસ બેંક પર એક-એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ઇલાહાબાદ બેંક પર બે કરોડ રૂપિયાનો દંડ નાસ્ત્રો ખાતા સાથે જોડાયેલા દિશાનિર્દેશોનું અનુપાલન ન કરતાં લગાવ્યો છે. નાસ્ત્રોના ખાતા કોઇ એક બેંક દ્વારા વિદેશી મુદ્વામાં કોઇ બીજી બેંકમાં રાખવામાં આવનાર છે.