RBI Imposes Penalty on Ola: ભારતીય રિઝર્વ બેંકે ઓલા ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડને 1.67 કરોડ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે, આ દંડ પ્રીપેડ પેમેન્ટ સિસ્ટમ અને નો યોર કસ્ટમર નિયમો સાથે સંબંધિત જોગવાઈઓનું પાનલ ન કરવા માટે ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસ એપ આધારિત કેબ સર્વિસ આપતી ઓલાની સહયોગી કંપની છે. આ ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ઉપરાંત પર્સનલ લોન પણ ઉપલબ્ધ કરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા નોટિસ મોકલી પૂછ્યો હતો આ સવાલ
રિઝર્વ બેંક તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તપાસમાં સામે આવ્યું કે ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસ કેવાયસીને લઇને જાહેર કરેલા નિયમોનું પાલન કરી રહી નથી. કેન્દ્રીય બેંક અનુસાર, કંપનીને આ સંબંધમાં પહેલા એક નોટિસ પણ મોકલવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે સૂચનાઓનું પાલન ન કરવા બદલ તેને દંડ કેમ ન કરવો?


રાશિફળ 13 જુલાઈ: સિંહ, તુલા અને ધન રાશિ માટે આજનો દિવસ ખાસ, જાણો અન્ય રાશિ માટે કેવો છે દિવસ


આરબીઆઇના નિયમોના પાલન કરવામાં નિષ્ફળતા
આરબીઆઇએ કહ્યું કે, કંપનીના જવાબ પર વિચાર કર્યા બાદ આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળતા જોવા મળી છે અને ઓલાને દંડ ફટકારવો જરૂરી છે. કેન્દ્રીય બેંક તરફથી જણાવવામાં આવ્યું કે, આ કાર્યવાહી નિયમનકારી પાલનમાં ખામીઓ માટે કરવામાં આવી છે. તેનો ઉદેશ્ય ઓલા ફાઈનાન્સિયલ સર્વિસિસને પોતાના ગ્રાહકો સાથે કોઈપણ ટ્રાન્ઝેક્શનની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવતો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube