નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે 5 જુલાઇએ બજેટ રજુ કરતાં સોના પર આયાત શુલ્ક 10 ટકાથી વધારી 12.5 ટકા કરી છે. આયાત શુલ્ક વધવાને કારણે સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. સરકારનો હેતુ સોનાની આયાત ઓછી કરવાનો છે. બીજી તરઉ સરકાર તમને સોનું ખરીદવાનો સુંદર અવસર આપી રહી છે. મોદી સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) યોજના શરૂ કરી છે. જે તમને બજાર કરતાં ઓછા ભાવે સસ્તુ સોનું આપી રહી છે. કિંમત રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ યોજનામાં તમને સોનું મળતું નથી પરંતુ એના બદલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તમને ગોલ્ડ બોન્ડ આપવામાં આવે છે. આ રોકણા માટે સૌથી સારો ઓપ્શન છે. સબ્સક્રિપ્શન પીરિયડ 12 જુલાઇ સુધી જ છે. આ યોજના અંતર્ગત એક ગ્રામ સોનાની કિંમત 3443 રૂપિયા રાખવામાં આવી છે. ઓનલાઇન પેમેન્ટ કરવાથી વધારાની 50 રૂપિયાની છૂટ આપવામાં આવે છે અને એક ગ્રામ સોનાની કિંમત 3393 રૂપિયા થાય છે. બીજી તરફ દિલ્હીમાં એક ગ્રામ 22 કેરેટ શુધ્ધ સોનાની કિંમત 3360 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 3528 રૂપિયા છે. 


રોકાણ માટે શું છે શરતો? 
એસજીબી યોજના અંતર્ગત ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદવું પડશે. જ્યારે કોઇ એક શખ્સ વધુમાં વધુ 4 કિલોગ્રામ સુધી જ સોની ખરીદી શકશે. દર વર્ષે આ રોકાણ પર 2.5 ટકાના હિસાબે વ્યાજ મળશે. અહીં નોંધનિય છે કે, આ ઇન્વેસ્ટમેન્ટ પર લોન્ગ ટર્મમાં જે કેપિટલ ગેન થશે તે ટેક્સ ફ્રી છે. 


1. સોવરિન ગોલ્ડ બોન્ડ 8 વર્ષ માટે છે
2. જોકે પાંચ વર્ષ બાદ આ બોન્ડ તમે વેચી શકો છો.
3. જે દિવસે તમે આ બોન્ડ વેચવા ઇચ્છો એના ત્રણ દિવસ પહેલા સુધીની સરેરાશ કિંમતના હિસાબથી બોન્ડની વેચાણ કિંમત ગણાશે.