Dollar Vs Rupee: ડોલરની સરખામણીએ સતત ઘટતા રૂપિયા પર શુક્રવારના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન સામે આવ્યું છે. રૂપિયાને લઇને સતત ઘટતા સરતથી લોકોને મોંઘવારી વધવાનો ખતરો સતાવી રહ્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંતે શુક્રવારના કહ્યું કે વિકસિત અર્થવ્યવસ્થાઓ અને વિકાસશીલ દેશોની મુદ્રાઓની સરખામણીમાં ભારતીય રૂપિયો અપેક્ષાકૃત મજબૂત સ્થિતિમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 રૂપિયા પ્રતિ ડોલરને પરા કરી ગયો રૂપિયો
ઉલ્લેખનીય છે કે, ઘરેલું મુદ્રા થોડા દિવસ પહેલા જ 80 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગઈ હતી. આરબીઆઇ ગવર્નરે કહ્યું કે કેન્દ્રીય બેંક રૂપિયામાં તીવ્ર વધઘટ અને અસ્થિરતાને બિલકુલ સહન કરશે નહીં. તેમણે કહ્યું કે, આરબીઆઇના પગલાથી રૂપિયાના સરળ વેપારમાં મદદ મળી છે. દાસે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંક બજારમાં અમેરિકન ડોલરની સપ્લાય કરી રહ્યું છે અને આ પ્રકારે બાજરમાં રોકડની યોગ્ય સપ્લાય સુનિશ્ચિત કરી રહ્યું છે.


પરેશાન થવાની જરૂર નથી
તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે આરબીઆઇએ રૂપિયાના કોઈ વિશેષ સ્તરનું લક્ષ્ય નક્કી કર્યું નથી. આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, વિદેશી મુદ્રાની અનિયંત્રિત ઉધારથી પરેશાન થવાની જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં આવા લેણદેણ સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ કરી રહી છે અને સરકાર જરૂરિયાત પડવા પર તેમાં હસ્તક્ષેપ કરી શકે છે અને મદદ પણ આપી શકે છે.


દાસે કહ્યું કે ફુગાવાના લક્ષ્યાંક માટે 2016 માં અપનાવવામાં આવેલું વર્તમાન માળખાએ સારું કામ કર્યું છે. તેમણે ભાર આપીને કહ્યું કે, અર્થવ્યવસ્થા અને નાણાકીય ક્ષેત્રના હિત માટે આ ચાલુ રાખવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube