RBI એ સામાન્ય લોકોને આપી મોટી રાહત! લોન લીધી હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
કોરોનાને કારણે અપાયેલાં લોકડાઉન અને કરફ્યુથી ધંધા વેપારને માઠી અસર પહોંચી હતી. માર્કેટ ખુલતા હવે ધીરે-ધીરે ગાડી ફરી પટરી પર આવે એવા પ્રયાસો સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યાં છે. એ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સામાન્ય નાગરિકો માટે ખુબ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આરબીઆઈનો નિર્ણય જાણીને તમે પણ ખુશ થઈ જશો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. IPMS ની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી હોવાનું પણ આ બેઠક બાદ શક્તિકાંત દાસે જણાવ્યું છે.
નવી દિલ્હી: કોરોનાને કારણે અપાયેલાં લોકડાઉન અને કરફ્યુથી ધંધા વેપારને માઠી અસર પહોંચી હતી. માર્કેટ ખુલતા હવે ધીરે-ધીરે ગાડી ફરી પટરી પર આવે એવા પ્રયાસો સરકાર તરફથી પણ કરવામાં આવી રહ્યાં છે. એ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સામાન્ય નાગરિકો માટે ખુબ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આરબીઆઈનો નિર્ણય જાણીને તમે પણ ખુશ થઈ જશો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. IPMS ની મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી હોવાનું પણ આ બેઠક બાદ શક્તિકાંત દાસે જણાવ્યું છે.
મોનેટરી પોલિસી કમિટી (MPC) ની 3 દિવસની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરો પર લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. RBI એ મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને રાહત આપી છે અને લોન પર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
રેપો રેટ-રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં:
શક્તિકાંત દાસે (Shaktikanta Das) કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 4 ટકા પર રાખ્યો છે. આ સાથે, RBI એ રિવર્સ રેપો રેટને યથાવત રાખવાનો પણ નિર્ણય કર્યો છે અને તે આ ત્રિમાસિકમાં 3.35 ટકા પર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube