Petrol-Diesel Prices: પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવા માટે હવે સરકારની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman), પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંતા દાસે (Governor Shaktikanta Das) પણ ટેક્સ ઘટાડીને ભાવ કાબૂમાં લેવાનું સૂચન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો થવો જોઈએ-શક્તિકાંતા દાસ
RBI મોનિટરી પોલીસી (MPC) ના મિનિટ્સમાં શક્તિકાંતા દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ ઈનડાઈરેક્ટર ટેક્સમાં કાપ મૂકે જેથી કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકાય. તેમણે કહ્યું કે ટેક્સની 'calibrated unwinding' કરવી જરૂરી છે. જેથી કરીને ઈકોનોમી ઉપરથી કિંમતોનું દબાણ હટાવી શકાય, એટલે કે ધીરે ધીરે ટેક્સ ઘટાડવો પડશે. 


વધુ ટેક્સથી મોંઘવારી પર દબાણ: શક્તિકાંતા દાસ
MPC ની મિનિટ્સમાં કહેવાયું છે કે ડિસેમ્બરમાં CPI એટલે કે રીટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવવા છતાં 5.5 ટકાથી ઉપર રહ્યો છે. કારણ કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પેટ્રોલ ડીઝલ પર ઊંચા ઈન્ડાઈરેક્ટ ટેક્સના કારણે મુખ્ય સામાન અને સેવાઓની મોંઘવારી વધી ગઈ. જેમાં ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય સેવાઓ ખાસ કરીને સામેલ છે.


નાણામંત્રીએ પણ આપ્યું નિવેદન- GST ના દાયરામાં લાવો પેટ્રોલ ડીઝલ
આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે તેને GST ના દાયરામાં લાવવાની વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફ્યૂલના ભાવ ઓછા થઈ શકે. 


'પેટ્રોલિયમને GST ના દાયરામાં લાવવા અંગે વિચારવું જોઈએ'
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 'પેટ્રોલ  ડીઝલના ભાવ વધવા એક અફસોસજનક મુદ્દો છે. કેન્દ્ર અને રાજ્ય બંને પેટ્રોલથી કમાણી કરે છે, આપણે પેટ્રોલિયમને GST ના દાયરામાં લાવવાની વાત વિચારી શકીએ છીએ, બની શકે કે આ સમસ્યાનો આ જ એક ઉકેલ હોય. તેમણે કહ્યું કે GST કાઉન્સિલે સ્લેબ્સને તર્કસંગત બનાવવા અંગે વિચારવું જોઈએ.'


2021માં પેટ્રોલ ડીઝલના ભાવમાં આગ ઝરતો વધારો
ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલના રેટમાં 15 વાર વધારો થઈ ચૂક્યો છે. આ અગાઉ જાન્યુઆરીમાં રેટ 10વાર વધ્યા હતા. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં 2.59 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.61 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો હતો. વર્ષ 2021માં અત્યાર સુધીમાં ઓઈલની કિંમત 26 દિવસ વધી છે. જેમાં પેટ્રોલ 7.22 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. 1 જાન્યુઆરીનો રોજ પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા હતો. આજે 90.93 રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે દિલ્હીમાં 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતો આજે 81.32 રૂપિયા છે. 


Petrol-Diesel ના ભાવ પર નાણામંત્રીનું મોટું નિવેદન, 'પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવા પર વિચારવું પડશે'


એક વર્ષમાં પેટ્રોલ લગભગ 19 રૂપિયા મોંઘુ થયું
જો આજની કિંમતોની સરખામણી બરાબર એક વર્ષ પહેલાના ભાવ સાથે કરીએ તો 23 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 72.01 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે એક વર્ષમાં પેટ્રોલ 18.92 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. ડીઝલ પણ 23 ફેબ્રુઆરી 2020ના રોજ 64.70 રૂપિયા પ્રતિ લીટર હતું એટલે કે ડીઝલ પણ વર્ષભરમાં 16.62 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube