નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક બેંકનું લાયસન્સ રદ કરી દીધું છે. વાસ્તવમાં RBI એ મહારાષ્ટ્રની કરનાલા નાગરિક સહકારી બેંક (Karnala Nagari Sahakari Bank), પનવેલનું લાયસન્સ રદ કરી દીધું છે. RBI એ સહકારી બેંક પાસે પૂરતી મૂડી અને તેના હાલના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવાની સ્થિતિમાં ન હોવાને કારણે આ સખ્તાઈ બતાવી છે. RBI નું કહેવું છે કે કારોબાર બંધ થયા બાદ બેંક બેંકિંગ વ્યવસાય કરી શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું કહ્યું બેંકે?
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેંક દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, 95 ટકા થાપણદારોને તેમની સમગ્ર જમા રકમ DICGC દ્વારા મળશે. દરેક થાપણદારને DICGC પાસેથી થાપણ વીમાનો દાવો કરવાનો અધિકાર છે. તેની મર્યાદા રૂપિયા 5 લાખ સુધી છે. કરનાલા નગરી સહકારી બેંકનું લાયસન્સ 9 ઓગસ્ટના આદેશ હેઠળ રદ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- સારા સમાચાર! કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આવ્યા 28% DA ના પૈસા, ચેક કરો તમારું સ્ટેટસ


આ કારણથી થયું બેંકનું લાયસન્સ રદ
બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે કારણ કે, તેની પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ધિરાણકર્તા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના વિવિધ વિભાગોની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના હાલના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં અસમર્થ રહેશે. લાયસન્સ રદ થતાં આરબીઆઇએ કહ્યું કે જો બેંકને તેના બેંકિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો સામાન્ય જનતા પર પ્રતિકૂળ અસર થશે.


આ પણ વાંચો:- Gold Price Latest: સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, 42759 પર પહોંચ્યો 22 કેરેટ ગોલ્ડનો ભાવ


બેંક નથી કરી શકતી બિઝનેસ
આ જાહેરાત બાદ હવે કરનાલા નગરી સહકારી બેંક (Karnala Nagari Sahakari Bank) બેંકિંગનો વ્યવસાય કરી શકતી નથી, જેમાં રોકડ થાપણો અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે. સહકાર કમિશનર અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, મહારાષ્ટ્રને પણ બેંક બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ જાહેર કરવા વિનંતી કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube