નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંગલુરુ સ્થિત શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયામિતા પર ઘણા નિયંત્રણો લગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે આગામી દિવસોમાં આ બેંકના ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે. બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદાને લઈને આરબીઆઈ દ્વારા કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક પર લગાવ્યા આ પ્રતિબંધો
આરબીઆઈએ આ મુદ્દે જણાવ્યું છે કે બેંક હવે તેની મંજૂરી વિના લોન આપી શકશે નહીં કે થાપણો સ્વીકારી શકશે નહીં. RBIએ લોન રિન્યુઅલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈએ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા પણ નક્કી કરી છે. આરબીઆઈએ કહ્યું કે ગ્રાહકો તેમના ખાતામાંથી 5,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'તમામ બચત ખાતા, ચાલુ ખાતા અથવા થાપણદારોના અન્ય કોઈપણ ખાતામાંથી કુલ રકમમાંથી 5,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડવાની મંજૂરી આપી શકાતી નથી.'


ઈમરાન હજુ પણ હાર માનવા તૈયાર નથી, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા બનાવ્યો મોટો 'ગેમપ્લાન'


6 મહિના સુધી લાગુ રહેશે પ્રતિબંધો 
RBI એ જણાવ્યું છે કે બેંક પરના આ નિયંત્રણો આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે. બેંકને તેની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ સોમવારે આરબીઆઈએ વિવિધ બિન-અનુપાલન માટે ત્રણ સહકારી બેંકો પર કુલ રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફલટન સ્થિત યશવંત કોઓપરેટિવ બેંક લિમિટેડને આવક, સંપત્તિ વર્ગીકરણ, જોગવાઈ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પરના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


બુચા હત્યાકાંડને લઈને UNHRC માંથી રશિયા સસ્પેન્ડ, ભારત સહિત 58 દેશો મતદાનથી રહ્યા દૂર, જણાવ્યું સૌથી મોટું કારણ


કોંકણ મર્કેન્ટાઈલ બેંક પર 2 લાખનો ફટકારવામાં આવ્યો હતો દંડ 
એક અન્ય નિવેદનમાં આરબીઆઈએ આ પ્રકારના સમાન કેસમાં મુંબઈ સ્થિત કોંકણ મર્કેન્ટાઈલ કો- ઓપરેટિવ બેંક લિમિટેડ પર રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ અન્ય નિયમનકારી નોટિસમાં જણાવ્યું હતું કે તેણે કોલકાતા સ્થિત સમતા કો- ઓપરેટિવ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube