મુંબઈઃ વ્યાજદરોમાં થયેલા વધારાની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. રેપો રેટ વધવાથી બેન્ક પાસેથી તમારા માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય કર્જ લેવું મોંઘુ સાબિત થશે. તેના કારણે તમારા ખિસ્સા પર વધુ વ્યાજ દરનો માર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરબીઆઈ પ્રમાણે નાણાકીય નીતિ સમિતિએ નાણાકિય વર્ષ 2019ના બીજા ત્રિમાષીક ગાળામાં મોંઘવારી 4.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. તે નાણાકિય વર્ષ 2020ની પહેલા ત્રિમાષીક ગાળામાં 5 ટકા સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 



ભારતીય રિઝર્વે બેન્કે કહ્યું કે, કાચા તેલની કિમંતોમાં થોડો ઘટાડો થયો છે. પરંતુ હજુપણ તેની કિંમત વધારે છે. 


નાણાકીય નીતિ સમિતિએ કહ્યું કે, ડોમેસ્ટિક સ્તર પર મોંઘવારીને લઈને અનિશ્ચિતતાનો સમય છે. તેથી આવનારા મહિનામાં તેના પર નજીકથી ધ્યાન રાખવાની જરૂરીયાત છે. 



GDP અનુમાન યથાવત
આરબીઆઈએ નાણાકિય વર્ષ 2019માં જીડીપી ગ્રોથ અનુમાન 7.4 ટકા પર યથાવત રાખ્યું છે. આરબીઆઈ પ્રમાણે એપ્રિલ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ 7.5-7.6 રહેવાનું અનુમાન છે. જે જુલાઇ-સપ્ટેમ્બર વચ્ચે મોંઘવારી દર 4.2 ટકા રહેવાનું અનુમાન છે. 


સસ્તી લોનનો સમય પૂરો
મોનિટરી પોલિસી બાદ આરબીઆઈએ રેપો રેટ વધારવાની જાહેરાત કરી. રેપો રેટ વધવાથી દરેક પ્રકારની લોનની ઈએમઆઈ વધશે. રિઝર્વે બેન્કના આ પગલાથી ખ્યાલ આવે છે કે હવે સસ્તી લોનનો સમય ખતમ થઈ ગયો છે અને તમારે મોંઘા કર્જ માટે તૈયાર રહેવું પડશે. એમપીસીના તમામ સભ્યોએ દર વધારવાના પક્ષમાં મત આપ્યો.