ભારતીય રીઝર્વ બેંકની મોનિટરી પોલીસી કમિટી (MPC)ની આજે બેઠક પૂરી થઈ. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપી. તેમણે રેપો રેટ વધારાની જાહેરાત કરી. શક્તિકાંત દાસે 50 બેસિસ પોઈન્ટ વધારાની જાહેરાત કરી છે. આ પ્રકારે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થયો છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય બેંક રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. ગત મહિને પાંચ ઓગસ્ટે પણ RBI એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. 


ચોથી વાર થયો વધારો
આજે થયેલા વધારા બાદ કેન્દ્રીય બેંક મે મહિનાથી અત્યાર સુધીમાં રેપો રેટમાં ચાર વખત વધારો કરી ચૂકી છે. આ કારણે રેપો રેટ હવે 5.90 ટકા પર પહોંચી ગયો છે. આ અગાઉ તે 5.40 ટકા પર હતો. શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના વાયરસ મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના ઝટકા બાદ વધુ એક તોફાન વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા આક્રમક મોનિટરી પોલીસીઓથી પેદા થયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube