હવે `ટોકન`થી થશે ઓનલાઇન ટ્રાંજેક્શન, RBI એ જાહેર કરી ગાઇડલાઇન્સ
ભારતીય રિઝર્વ બેંકે (RBI) કાર્ડ લેવડ-દેવડમાં સુરક્ષા અને મજબૂત બનાવવા માટે નવી `ટોકન` વ્યવસ્થા માટે દિશાનિર્દેશન જાહેર કર્યા છે. તેમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વડે લેણદેણ પણ સામેલ છે. આ ટોકન વ્યવસ્થાનો હેતુ પેમેંટ સિસ્ટમની સુરક્ષાને મજબૂત કરવાનો છે.
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (RBI) કાર્ડ લેવડ-દેવડમાં સુરક્ષા અને મજબૂત બનાવવા માટે નવી 'ટોકન' વ્યવસ્થા માટે દિશાનિર્દેશન જાહેર કર્યા છે. તેમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વડે લેણદેણ પણ સામેલ છે. આ ટોકન વ્યવસ્થાનો હેતુ પેમેંટ સિસ્ટમની સુરક્ષાને મજબૂત કરવાનો છે. ટોકન વ્યવસ્થા હેઠળ કાર્ડની વાસ્તવિક વિગતોને એક વિશેષ કોડ 'ટોકન'માં બદલી દેવામાં આવે છે. પોઈન્ટ ઓફ સેલ (PoS) ટર્મિનલો, ક્વિક રિસ્પોન્સ (QR) કોડ દ્વારા સંપર્ક રહિત ચૂકવણી માટે કાર્ડ વાસ્તવિક વિગતોનાઅ સ્થાન પર ટોકન ઉપયોગ કરવામાં આવશે.
જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!
ઓથોરાઇઝ્ડ કાર્ડ નેટવર્ક આપશે ટોકન
RBI એ મંગળવારે જાહેર કરેલા દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે ટોકન કાર્ડ વડે લેણદેણની સુવિધા હાલ મોબાઇલ ફોન અને ટેબલેટ દ્વારા ઉપલબ્ધ થશે. તેનાથી મળનાર ફીડબેકના આધાર બાદમાં તેનો વિસ્તાર અન્ય ડિવાઇસિસ માટે કરવામાં આવશે. રિઝર્વ બેંક (RBI) એ કહ્યું કે કાર્ડના ટોકનાઇઝેશન અને ટોકન વ્યવસ્થાથી દૂર કરવાનું કામ ફક્ત અધિકૃત કાર્ડ નેટવર્ક દ્વારા જ કરવામાં આવશે.
દેશમાં 5G ની જોરશોરથી થઇ રહી છે તૈયારી, 2 મહિનામાં નક્કી થશે IoT અને M2M ના માપદંડ
ફ્રી માં મળશે ટોકનની સર્વિસ
આ વ્યવસ્થા હેઠળ મૂળ પાન નંબર (PAN) ની રિકવરી પણ અધિકૃત કાર્ડ નેટવર્ક સાથે જ થઇ શકશે. ગ્રાહકને આ સેવાનો લાભ લેવા માટે કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહી. રિઝર્વ બેંકે કહ્યું કે કાર્ડ માટે ટોકન સેવાઓ શરૂ કરતાં પહેલાં અધિકૃત કાર્ડ પેમેન્ટ નેટવર્કને નિશ્વિત સમયગાળામાં ઓડિટ સિસ્ટમ સ્થાપિત કરવી પડશે. આ ઓડિટ વર્ષમાં ઓછામાં ઓછું એકવાર થવું જોઇએ. સેંટ્રલ બેંકે કહ્યું કે કોઇ કાર્ડને ટોકન વ્યવસ્થા માટે રજિસ્ટર કરવાનું કામ ગ્રાહકોની સહમતિ બાદ જ કરવામાં આવશે.