મુંબઇ: રિઝર્વ બેંકે તાજેતરમાં 6% થી ઉપર નિકળી ચૂકેલે મોંઘવારી પર અંકુશ લાદવા માટે ગુરૂવારે નીતિગત વ્યાજ દર રેપોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ ઘર-પરિવારોને સોનાના દાગીના તથા આભૂષણો બદલામાં મળનાર લોનની સીમા 75 ટકાથી વધારીને 90 ટકા કરી દીધી છે. એટલે કે હવે સોનું ગિરવે મુકવા પર તમને 15% વધુ પૈસા મળશે. ગ્રાહક 31 માર્ચ 2021 સુધી આ છૂટનો લાભ ઉઠાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે બેઠક બાદ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે એમપીસી રેપો રેટને ચાર ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને એમએસએફને 4.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે સોનાના આભૂષણ અને દાગીનાના બદલામાં આપવામાં આવી લોનની સીમાને વધારવામાં આવી છે. હાલ ગીરવે મુકવામાં આવતા સોનાના દાગીના અને આભૂષણોના મૂલ્યના 75 ટકા સુધી લોનની વ્યવસ્થા છે, જેને વધારીને 90 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ રાહત 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ રહેશે. 


સાથે જ કેન્દ્રીય બેંકે કહ્યું કે કોરોના વાયરસના ઝડપથી વધારો થતાં અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ધીમી પડેલી આર્થિક ગતિવિધિઓને જોતાં રિઝર્વ બે6કે કંપનીઓ, સૂક્ષ્મ, લધુ તથા મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ)ની લોન પુનર્ગઠનની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક આ પહેલાં બે માર્ચ અંત અને મે અંતમાં બે મૌદ્વિક નીતિ સમીક્ષા બેઠકોમાં રેપો રેટમાં કુલ 1.15 ટકાનો મોટો ઘટાડો કર્યો છે. ત્યારબાદ ગત ત્રણ દિવસ્થી ચાલી રહેલી મૌદ્વિક નીતિ સમિતિ (એમપીસી)એ બેઠકમાં ગહન વિચાર વિમર્શ કર્યા બાદ પ્રમુખ નીતિગત દર રેપોને ચાર ટકા પર યથાવત રાખવાનો એકમતથી નિર્ણય કર્યો છે.


તેમણે કહ્યું કે એમપીસીએ આર્થિક વૃદ્ધિને ફરીથી પાટા પર લાવવા, કોવિડ 19ના પ્રભાવને ઓછો કરવા માટે જ્યાં સુધી જરૂરી ગણવામાં આવશે મૌદ્વિક નીતિના વલણને નરમ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સાથે જ મોંધવારીને નક્કી દાયરામાં રાખવાનું ધ્યાન રાખશે. શક્તિકાંત દાસે આવાસ ક્ષેત્ર અને નાના નોન બેકિંગ નાણાકીય કંપનીઓ માટે 10 હજાર કરોડ રૂપિયાની વધારાની વિશેષ કેસ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી. 


મોંઘવારીને 4% પર રાખવાનો ટાર્ગેટ
રિઝર્વ બેંકને મોંઘવારીને સામાન્યત: ચાર ટકા રાખવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ સાથે જ આ ઉંચામાં છ ટકા અને નીચામાં બે ટકા સુધી પણ જઇ શકે છે. જૂન 2020માં છુટક મોંઘવારી આ દાયરાને પાર કરતાં 6.09 ટકા પર પહોંચી ગઇ. શક્તિકાંતે કહ્યું કે અર્થવ્યવસ્થામાં એપ્રિલ-મે નિમ્ન સ્તરથી સુધારો આવવાનો શરૂ થઇ ગયો હતો પરંતુ તાજેતરમાં જ કોરોના વાયરસના સંક્રમણના વધતા જતાં કેસ બાધ ઘણા શહેરોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવતાં વધતી જતી ગતિવિધિઓ નબળી પડી ગઇ છે. 


શક્તિકાંત દાસે કહ્યું કે ''નાણાકીય વર્ષની પહેલી છ માસિકમાં વાસ્તવિકતા જીડીપી સંકુચન દાયરામાં રહેશે જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 20202-21માં પણ કુલ મળીને તેના નકારાત્મક રહેવાનું અનુમાન છે.


કોવિડ-19થી ઉત્પન્ન વિધ્નોનો દૂર કરવા માટે રિઝર્વ બેંકને કંપનીઓના સ્વામિત્વમાં ફેરફાર કર્યા વિના લોન સમસ્યાનું સમાધાન કરવાની અનુમતિ આપી છે. એમએસએમઇ લેણદારના લોનનું પુનર્ગઠન કરવાની પણ અનુમતિ આપી છે.


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube