નવી દિલ્હી: ગત થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે RBI અને સરકાર વચ્ચે કેટલાક મુદ્દાઓને લઇને મતભેદ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર રિઝર્વ બેંક સરકારને ડિવિડેંડ આપવા માટે તૈયાર છે. એજન્સીના અનુસાર RBI માર્ચ સુધી સરકારને 4.32 બિલિયન ડોલરથી 5.8 બિલિયન ડોલર (લગભગ 400 અરબ રૂપિયા) આપી શકે છે. સરકાર લાંબા સમયથી ડિવિડેંટની માંગ કરી રહી હતી. આશા છે કે આ રકમથી ફિસ્કલ ડેફિસિટની ખીણને ઓછી કરી શકાશે. રિપોર્ટ્સ અનુસાર ટેક્સ કલેક્શનમાં ભારે ઘટાડો આવ્યો છે, ત્યારબાદ સરકાર સતત ડિવિડેંડની માંગ કરી રહી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે 10 ડિસેમ્બરે ઉર્જિત પટેલે RBI ગર્વનર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ શક્તિકાંત દાસને RBI ના નવા ગર્વનર નિમવામાં આવ્યા છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે કેટલાક મુદ્દાઓ પર RBI  અને સરકાર વચ્ચે મતભેદ છે. તેનો અર્થ એ નથી કે સંસ્થાઓને નબળી કરવામાં આવી રહી છે. 


તમને જણાવી દઇએ કે ગર્વનર શક્તિકાંત દાસે રિઝર્વ મનીને લઇને એક પેનલની રચના કરવામાં આવી છે. પેનલ આ વાત પર વિચાર કરી રહી છે કે આખરે RBI ના રિઝર્વની સાઇઝ કેટલી હોવી જોઇએ. RBI ના એક અધિકરીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ડિવિડેંટની રાશિ 300 રૂપિયાથી વધુ થશે.