નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક ડિસેમ્બરની દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં પણ દરમાં ઘટાડો કરી શકે છે. બ્રોકરેજ કંપનીઓનું માનવું છે કે ડિસેમ્બરમાં સેન્ટ્રલ બેંક રેપો રેટમાં એક ચતૃથાંશ ટકાનો ઘટાડો કરશે. ત્યારબાદ તે ઘટાડાનો સિલસિલો અટકાવી દેશે. રિઝર્વ બેંકની દ્વિમાસિક નાણાકીય સમીક્ષા (એમપીસી)એ શુક્રવારે રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 5.15 ટકા કરી દીધો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે તે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા સુધી આ નરમ વલણને ચાલુ રાખશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પહેલા EPFO કર્મચારીઓને આપશે મોટી ભેટ, ખાતામાં આવશે આટલા રૂપિયા


ગોલ્ડમેન સૈશે એક રિપોર્ટમાં કહ્યું ''અમને એ વાતની સંભાવના જોવા મળી રહી છે કે રિઝર્વ બેંકની દ્વિમાસિક નાણાકીય સમિતિ ડિસેમ્બરની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં વધુ એક ચતૃથાંશ ટકા 4.90 ટકા પર લાવશે. આ ઓક્ટોબરમાં અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ બેંક દ્વારા દરોમાં વધારે ઘટાડો કરી શકે છે.  

તહેવારોની સિઝનમાં બેન્કમાં પણ રહેશે લાંબુ વેકેશન, આગોતરું આયોજન કરી રાખજો


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર બાદ રિઝર્વ બેંક નીતિગત દરમાં ઘટાડાનો દૌર અટકશે કારણ કે ગ્રાહકોના મૂલ્ય મૂલ્ય ઇન્ડેક્સ આધારિત ફૂગાવો લગભગ ચાર ટકા રહેશે, જેથી દરમાં વધુ ઘટાડો થશે નહી. ત્યારબાદ નાણાકીય નીતિ સમિતિ જોશે કે નાણાકીય વલણમાં નરમાઇની શું અસર થઇ છે. સાથે જ સરકારે જે જાહેરાતો કરી છે, તેનો શું પ્રભાવ પડે છે.