નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) સતત ચોથીવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. ઓગસ્ટમાં રિઝર્વ બેંકના મોનિટરી પોલિસી બેઠક યોજાવવાની છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અનુસાર, આગામી બેઠક બાદ રેપો રેટને ઘટાડીને 5.50 ટકા કરવામાં આવી શકે છે. હાલ આ 5.75 ટકા છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે જીએસટી કાઉન્સિલની બેઠક, ઇલેક્ટ્રિક વાહનો મામલે લેવાઈ શકે છે મોટો નિર્ણય


જોકે જુલાઇ 17 થી 24 વચ્ચે એક પોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોલમાં 66 ઇકોનોમિસ્ટ સામેલ થયા હતા. તેમાંથી 80 ટકા ઇકોનોમિસ્ટનું માનવું છે કે રિઝર્વ બેંક ફરીથી રેપો રેટમાં ઘટાડો કરશે. મોનિટરી પોલિસીની બેઠક 7 ઓગસ્ટે યોજાવવાની છે. ગ્રોથ રેટ ઓછો રહેવા અને નબળા ફૂગાવાના લીધે અર્થવ્યવસ્થા ગતિ પકડી રહી નથી. એટલા માટે આ રેટ કપ સંભવ છે. 

પાણીની ખાલી બોટલના બદલે Indian Railway આપશે 5 રૂપિયા, બનાવી રહી છે ટી-શર્ટ અને ટોપી


આર્થિક વિશેષજ્ઞોનું માનવું છે કે આર્થિક ગતિમાં તેજી આવવામાં હજુ થોડો સમય લાગશે. એવામાં ઓગસ્ટમાં રેટ કપ બાદ 2019માં વધુ ઘટાડાની સંભાવના નથી. એવી સંભાવના છે કે 2020ની શરૂઆતમાં ફરી એકવાર 25 પોઇન્ટ્સના ઘટાડા બાદ રેપો રેટને 5.25 ટકા પર મેંટેન કરવામાં આવશે. ભારતીય અર્થવ્યવસ્થા સતત ત્રણ રેટ કટ બાદ પણ રફતાર પકડી શકતી નથી. એનુઅલ ગ્રોથ રેટ તો ઘટાડીને 6.8 ટકા કરી દેવામાં આવી છે. જોકે IMF ના અનુસાર, ભારતીય અર્થવ્યવ્સ્થાની ગતિ 7 ટકા રહી શકે છે.