નવી દિલ્હી :રિઝર્વ બેંકના અનુસાર, દેશમાં મોંઘવારી દર કન્ટ્રોલમાં છે અને યોગ્ય સ્તર પર છે. આજે મોનિટરી પોલિસી કમિટીની ચોથી બેઠકના નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. ગત ત્રણ બેઠકોમાં સતત 25-25 પોઈન્ટ્સનો રેટ કટ કરવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે, આજે પણ રેટ કટની જાહેરાત કરવામાં આવશે. આર્થિક વિષયોના એક્સપર્ટસ અનુસાર, રિઝર્વ બેંક 25 પોઈન્ટનો વધુ ઘટાડો કરી શકે છે. હાલ RBI બેંકોને 5.75 ટકા (રેપો રેટ)ના દર પર વ્યાજ આપે છે. રિવર્સ રેપો રેટ 5.50 ટકા છે. 


દિલ્હી માટે આ વર્ષ ખરાબ રહ્યું, એક જ વર્ષમાં ગુમાવ્યા 3 મુખ્યમંત્રી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં માર્કેટ માટે શું નિર્ણયો લેવામાં આવશે. તેની અનિશ્ચિતતાઓ વચ્ચે હાલ શેર માર્કેટમાં વલમ સકારાત્મક લાગી રહ્યું છે. સવારે 9.50 કલાકે સેન્સેક્સ 38 અંકોની તેજ સાથે 37015 પર ખૂલ્યું હતું અને નિફ્ટી 6 અંકોની તેજી સાથે 10954 પર ટ્રેડ કરી રહ્યું હતું. મંગળવારે સેન્સેક્સ 277 અંકોના ઉછાળ સાથે 36976 પર અને નિફ્ટી પણ 85 અંકોના ઉછાળ સાથે 10948 પર બંધ થયું હતું.


આર્ટિકલ 370 પર ટ્વિટ કરીને ગંદી રીતે ફસાઈ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ


આજે ટાટા સ્ટીલ, HCL, લુપિન, સિપલા, અરવિંદો ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બિરલાસોફ્ટ, બોલ્ટાસ સહિત ડઝનેક કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવનારા છે. માર્કેટ પર આ પરિણામોની જબરદસ્ત અસર થાય છે. 


દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :