ભારતીય રિઝર્વ બેંકે ત્રણ દિવસની MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ કેન્દ્રીય બેંકે લોન લેન્રા ગ્રાહકોને મોટી રાહત આપી છે. દેશમાં મોંઘવારી દર આરબીઆઈના દાયરાથી ઉપર હોવા છતાં નીતિગત દરો એટલે કે રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. તેનો અર્થ એ થયો કે લોન ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં. આવું સતત ચોથીવાર બન્યું છે કે રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો છે. 


રેપો રેટ હાલ 6.50 ટકા છે અને એક્સપર્ટ્સ પહેલેથી તે સ્થિર રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. ગત વર્ષ કેન્દ્રીય બેંકે ચરમ પર પહોંચેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે એક બાદ એક અનેકવાર આ દરમાં વધારો કર્યો હતો. મે 2022માં રેપો રેટ 4 ટકા હતો જે ફેબ્રુઆરી 2023 આવતા આવતા તો 6.50 ટકા પર પહોંચી ગયો હ તો. જો કે ત્યારબાદથી તેને યથાવત રાખવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે કહ્યું કે દુનિયામાં પડકારો હોવા છતાં ભારત ગ્રોથ એન્જિન બનેલું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube