RBI Increased Repo Rate: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી આ વર્ષે સતત પાંચમીવાર રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. RBI એ રેપો રેટમાં 0.35 ટકાના વધારાની જાહેરાત કરી છે. RBI ના જણાવ્યાં મુજબ હવે રેપો રેટ 5.90થી વધીને 6.25 ટકા થશે. આ નિર્ણય બાદ હવે હોમ લોન સહિત તમામ પ્રકારના લોન મોંઘા થશે. MPC ની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે નીતિગત દરો વધારવાની જાહેરાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જાહેરાત બાદ પહેલેથી જ મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને પડતા પર પાટું જેવી સ્થિતિ થઈ છે કારણ કે RBI દ્વારા રેપોરેટ વધારાની જાહેરાત બાદ હવે હોમ લોન ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને લોકોએ વધુ EMI ચૂકવવો પડશે. 


રેપોરેટમાં વધારા અંગે પહેલેથી જ અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો હતો. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એક્સપર્ટ્સે આશંકા વ્યક્ત કરી હતી કે RBI મોંઘવારીમાં રાહત છતાં નીતિગત  દરોમાં 25થી 35 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કરી શકે છે. નોંધનીય છે કે લાંબા સમયથી દેશમાં મોંઘવારી ઉચ્ચ સ્તરે બની હતી પરંતુ ગત ઓક્ટોબર મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. 


વધુ માહિતી માટે જુઓ વીડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube