RBI MPC Meeting: જેની લોન ચાલતી હોય તેને લાગશે ઝટકો, RBI વધારશે રેપોરેટ, મોંઘી થશે EMI
RBI MPC Meet: 3થી 5 ઓગસ્ટ વચ્ચે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજાવાની છે. જેમાં માનવામાં આવી રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધારો કરી શકે છે.
નવી દિલ્હીઃ વ્યાજદરમાં ફરી વધારો થવાની શક્યતા છે. જેથી તમારી હોમ લોનની ઈએમઆઈ મોંઘી થઈ શકે છે. હકીકતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં 3થી 5 ઓગસ્ટ વચ્ચે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજાવાની છે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 25થી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો તોમ થયું તો બેન્કમાંથી હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન લેવી મોંઘી થઈ જશે. તો જે લોકોનો પહેલાથી ઈએમઆઈ ચાલી રહ્યો છે તેની ઈએમઆઈ મોંઘો થઈ જશે.
કોમોડિટીમાં ઘટાડા પર મોંઘા ડોલરે ફેરવ્યું પાણી
હકીકતમાં વિકસિત દેશોમાં મંદી આવવાના ખતરાને કારણે હાલના દિવસોમાં કોમોડિટીના ભાવમાં કમી આવી છે, જેનાથી મોંઘવારી ઓછી થવાની આશા છે. પરંતુ કાચા તેલના ભાવમાં તેજી યથાવત છે. ભારતીય તેલ કંપનીઓ માટે કાચા તેલની ખરીદીનું એવરેજ મૂલ્ય 105.26 ડોલર પ્રતિ બેરલ પર છે. પરંતુ ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડાથી મુશ્કેલી વધી છે. આયાત મોંઘી બની છે. જેણે કોમોડિટી પ્રાઇઝમાં કમી પર પાણી ફેરવી દીધુ છે. જૂન મહિનામાં છૂટક ફુગાવો દર આરબીઆઈના ટોલરેન્સ લેવલથી ઉપર 7.01 ટકા પર બનેલો છે. તો અમેરિકાના ફેડ રિઝર્વના વ્યાજ દર વધારવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે ફેડ રિટર્ન 75 બેસિસ પોઈન્ટ રેપો રેટમાં વધારો કરી શકે છે.
આ પણ વાંચોઃ ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા સસ્તું સોનું, ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો ભાવ
રેપો રેટમાં 25થી 50 બેસિસ પોઈન્ટનો વધારો સંભવ
તેવામાં જાણકારોનું માનવું છે કે આરબીઆઈ ઓગસ્ટના મહિનામાં રેપો રેટમાં 25થી 50 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરી શકે છે. બેન્ક ઓફ બરોડાનું માનવું છે કે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. તો એચડીએફસી પ્રમાણે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો સંભવ છે. નોંધનીય છે કે આ પહેલા બે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ સમયે રેપો રેટ 4.90 ટકા છે. પરંતુ ઘણા જાણકાર વધુ વ્યાજદર વધારવાને લઈને ચેતવણી પણ આપી રહ્યાં છે કારણ કે દેશમાં આ સમયે માંગ ખુબ ઓછી છે અને તેનું પરિણામ ઘણા સેક્ટરોએ ભોગવવું પડી શકે છે.
આરબીઆઈ સામે પડકાર
તમને જણાવી દઈએ કે મોંઘવારી દર એવરેજ છ ટકાની ઉપર સતત આગામી ત્રણ મહિના સુધી રહે છે તો આરબીઆઈએ લેખિતમાં સરકારને સ્પષ્ટતા કરવી પડશે કારણ કે તે મોંઘવારી દરને 6 ટકાથી નીચે રાખવામાં નિષ્ફળ રહી છે. સાથે આરબીઆઈને મોંઘવારી ઘટાડવાના ઉપાયો અને 6 ટકાની નીચે લાવવાના સમયગાળા વિશે પણ પૂછવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube