નવી દિલ્હીઃ લોન લેનારાની ચિંતા વધી ગઈ છે. કારણ છે કે રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠક  (RBI MPC Meeting) શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ આરબીઆઈ ગવર્નર 10 ઓગસ્ટે રેપો રેટ (RBI Repo Rate)પર પોતાનો નિર્ણય સંભળાવશે. આરબીઆઈએ રેપો રેટને યથાવત રાખ્યો તો લોન ગ્રાહકો પર કોઈ અસર પડશે નહીં. પરંતુ જો આરબીઆઈએ વ્યાજદરમાં વધારો કર્યો તો હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન સહિત અનેક પ્રકારની લોન પર બેન્ક વ્યાજદર વધારી શકે છે. રેપો રેટને લઈને ચિંતા એટલા માટે છે, કારણ કે અમેરિકાથી સારા સમાચાર આવી રહ્યાં નથી. અમેરિકી કેન્દ્રીય બેન્કના અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન અમેરિકી અર્થવ્યવસ્થાને વ્યાજદરમાં અનેક વખત વધારો કરવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા વ્યાજ દર વધારી શકે છે
યુએસ ફેડના ગવર્નર મિશેલ બોમેને ચેતવણી આપી છે કે ફુગાવાને યોગ્ય સ્તરે પાછા લાવવા માટે દરમાં વધારો કરવાની જરૂર પડી શકે છે. તેમણે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું, 'અમે ગયા વર્ષથી મોંઘવારી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ ફુગાવો હજુ પણ ફેડના 2 ટકાના લક્ષ્યાંક કરતાં ઘણો વધારે છે.


આ પણ વાંચોઃ ₹4000 રૂપિયાવાળો આ શેર ₹656 પર આવી ગયો, વિદેશી ઈન્વેસ્ટરો સતત વેચી રહ્યાં છે શેર


ભારતમાં ખાદ્ય ફુગાવો વધી રહ્યો છે
જો ભારતની વાત કરીએ તો અહીં પણ શાકભાજીની મોંઘવારી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ટામેટાના ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. મામલો એટલો વધી ગયો કે સરકારે સબસિડીવાળા દરે ટામેટાં વેચવા પડ્યા. જ્યારે ચોખાના ભાવમાં વધારો થયો ત્યારે સરકારે ચોખાની કેટલીક જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો. આવી સ્થિતિમાં, આરબીઆઈ સામે ખાદ્યપદાર્થોની વધતી કિંમતો સામે લડવું એક પડકાર હશે.


શું રેપો રેટમાં નહીં થાય ફેરફાર?
જો કે, 13 અને 31 જુલાઈ વચ્ચે 75 અર્થશાસ્ત્રીઓના રોઈટર્સ પોલમાં, RBI તેનો રેપો રેટ 6.50 ટકા પર જાળવી રાખી શકે છે. આરબીઆઈએ ગયા મહિને તેના બુલેટિનમાં કહ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો થવાને કારણે જૂનમાં ફુગાવો વધ્યો હતો. આ એમપીસીના દૃષ્ટિકોણને પુનઃપુષ્ટ કરે છે કે ફુગાવા સામેની લડાઈ પૂરી થઈ નથી. ખાદ્યપદાર્થોના ભાવમાં ફુગાવો આ વર્ષે અપેક્ષા કરતાં વધુ તીવ્ર રહ્યો છે અને તે લાંબા સમયથી રહ્યો છે. કેપિટલ ઇકોનોમિક્સના ડેપ્યુટી ચીફ ઇમર્જિંગ માર્કેટ્સ ઇકોનોમિસ્ટ શીલન શાહે જણાવ્યું હતું કે, "MPCની બેઠકમાં આકરા વલણને આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube