લોન લેનાર અને આપનાર બન્ને માટે RBI લાવી રહ્યું છે નવી પોલીસી, જલદી જાણી લો આ જાણકારી
આજકાલ દેશમાં એવી ઘણી એપ્લિકેશન લોન્ચ થઈ છે કે જે ગ્રાહકોને મિનિટોમાં લોન આપી શકે છે. આ એપ એક ઝટકામાં લોન આપે છે પરંતુ તેની વસૂલી કરતાં સમયે પોતાની મનમાની કરે છે. તેનાથી ગ્રાહકોને હાલાકી પડે છે. ઘણીવાર લોકોએ જરૂરતથી વધારે રકમ ચૂકવવી પડે છે. જેના કારણે ગ્રાહકો તરફથી ઘણીવાર ફરિયાદ આવે છે.
નવી દિલ્લીઃ આજકાલ દેશમાં એવી ઘણી એપ્લિકેશન લોન્ચ થઈ છે કે જે ગ્રાહકોને મિનિટોમાં લોન આપી શકે છે. આ એપ એક ઝટકામાં લોન આપે છે પરંતુ તેની વસૂલી કરતાં સમયે પોતાની મનમાની કરે છે. તેનાથી ગ્રાહકોને હાલાકી પડે છે. ઘણીવાર લોકોએ જરૂરતથી વધારે રકમ ચૂકવવી પડે છે. જેના કારણે ગ્રાહકો તરફથી ઘણીવાર ફરિયાદ આવે છે. આ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આરબીઆઈએ તૈયારી કરી છે. એપ્લિકેશનની મનમાનીને કંટ્રોલ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક ડિજિટલ લેડિંગને લઈ નવી પોલિસી લોન્ચ કરી રહી છે.
આરબીઆઈના ગવર્નરે આપી જાણકારીઃ
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં તેની જાણકારી આપી. કહ્યું કે, ડિજિટલ લેડિંગ સાથે જોડાયેલી ગાઈડલાઈન આવનારા બે મહિનાની અંદર જાહેર થઈ થશે. તેનાથી ફટાફટ લોન આપીને મનમાની કરનારી કંપનીઓ પર અંકુશ આવી જશે. શક્તિકાંસ દાસે જણાવ્યું કે, ડિજિટલ લેડિંગ પર મળેલી ભલામણોના પરીક્ષણનું કામ પૂરું થઈ ચૂક્યું છે. અને જલદી જ આના પર આંતરીક ચર્ચા કરીને ગાઈડલાઈનને જાહેર કરવામાં આવશે.
BNPL પર પણ લાગૂ થશે SBIની ગાઈડલાઈન્સઃ
SBIની નવી પોલિસી BNPL પર પણ લાગૂ થશે. આરબીઆઈ મુજબ, માત્ર વેરિફાઈડ ફિનટેક કંપનીઓને જ લોન આપવાની મંજૂરી આપવી જોઈએ. તેનાથી ગ્રાહકો પર મનમાની નહીં થાય. એટલા માટે આરબીઆઈ આ નવી પોલિસી અંતર્ગત બાય-નાઉ-એન્ડ-પે-લેટર સહિત તમામ ફિટનેસ કંપનીઓને લાવવા માગે છે.
આરબીઆઈની આ નવી પોલિસી આવ્યા પછી નાની નાની એપ જે લોન આપવાનો દાવો કરે છે અને લેણદેણ બાદ ઈચ્છામુજબ વસૂલી કરે છે. તેના પર લગામ લાગશે. એટલું આ ગાઈડલાઈન્સ ભારતપે અને યૂએનઆઈ, કેપિટલ ફ્લોટ, સ્લાઈસ, જેસ્ટમની, પેટીએમ અને બીએનપીએલના દિગ્ગજો પર પણ લાગૂ થશે.