નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) લોનના નિયમોમાં ફેરફાર કર્યો છે. RBI એ ડાયરેક્ટર્સ  માટે પર્સનલ લોનની લિમિટનું સંશોધન (RBI New Rules For Loan) કર્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા કોઈ પણ બેકના ડાયરેક્ટર માટે પર્સનલ લોનની  લિમિટ 25 લાખ રૂપિયા હતી જેને વધારીને 5 કરોડ કરવામાં આવી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIનો નવો નિયમ:
RBI તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યુ છે કે, બેંકોને પોતાની બેંકથી અને અન્ય બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર્સ અથવા અન્ય ડાયરેક્ટર્સના પતિ અથવા પત્ની અને આશ્રિત બાળકો સિવાય કોઈ પણ સગાવહાલાને 5 કરોડથી વધુ લોન આપવાનો અધિકાર નથી.  સાથે એ પણ જાણકારી આપવામાં આવી છે કે કોઈ પણ ફર્મમાં પણ આ નિયમ લાગુ પડે છે. જેમાં પતિ અથવા પત્ની અને આશ્રિત બાળકો સિવાય કોઈ પણ સગાવાલું કે પાર્ટનર પ્રમુખ શેર હોલ્ડર અથવા ડાયરેક્ટર છે.

લોન અંગે બોર્ડને સૂચના આપવી:
RBI એ જણાવ્યું કે, ઉધાર લેવાવાળાને ₹25 લાખ અથવા ₹5  કરોડથી ઓછાની લોનની સુવિદ્યાઓના પ્રસ્તાઓને જ ઓથૉરિટી તરફથી મંજૂરી આપી શકાશે. પરંતુ તમામ દસ્તાવેજોની સાથે બોર્ડને જાણકારી આપવામાં આવે તેની પછી જ બોર્ડ આના પર નિર્ણય કરશે.

લોન માટે પદનો દૂરઉપયોગ:
પહેલા ઘણા બધા એવા કેસ બની ગાયા છે જેમાં ડાયરેક્ટર્સે પોતાના પરિવારને લોન આપવાના હેતુથી પોતાના પદનો દૂરઉપયોગ કર્યો. ICICI બેંકની MD અને CEO ચંદા કોચરથી લઈને ઘણી મોટી હસ્તીઓ પર આ પ્રકારના આરોપ છે. તેમને વિડિયોકોન  ₹3250 કરોડની લોન આપવા માટે પોતાના આધિકારિક પદનો દુરુપયોગ કર્યો હતો.