નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇ્ન્ડિયા (RBI)એ રેપો રેટ 0.25 ટકા વધારીને 6.25 ટકા કરી દીધો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા વધારીને 6% કરી દેવામાં આવ્યો છે. વધતી મોંઘવારીને કારણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. મોનિટરી પોલીસી કમિટી (MPC)એ બધા દર વધારવાના પક્ષમાં વોટિંગ કર્યું હતું. આરબીઆઇ ગર્વનર ઉર્જિત પટેલના વડપણમાં 6 સભ્યોની બનેલ એમપીસીની બેઠક યોજાઈ હતી જેમાં વ્યાજદર વધારવાનો નિર્ણય લેવામાં આ્વ્યો હતો. નોંધનીય છે કે મોદી સરકારના શાસનમાં પહેલીવાર વ્યાજના દરમાં વધારો થયો છે. આ સંજોગોમાં લોન મોંઘી બનુશે અને સામાન્ય જનતાના ખિસ્સામાં કાણું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટ્રેસે સાડી પહેરીને કરી EXERCISE, VIDEOમાં છેલ્લી ક્ષણો જોઈને ચોંકી જશો


જોકે ભારતીય સ્ટેટ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક સહિત બીજી બેંકોએ MCLR રેટમાં વધારો કરી દીધો છે. આ કારણે પણ હવે હોમ લોન લેવાનું મોંઘું થઈ શકે છે. ભારતીય સ્ટેટ બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ નવા દર 1 જૂનથી લાગુ પાડી દેવામાં આવ્યા છે. હવે ત્રણ મહિનાના MCLR રેટ 7.95 ટકા થઈ ગયો છે જ્યારે સામા પક્ષે છ મહિનાનો MCLR રેટ 8.1 ટકા કરી દેવામાં આવ્યો છે. આ રીતે અ્ન્ય સમયગાળા માટે પણ આમાં વધારો કરી દેવામાં આ્વ્યો છે. 


પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો એણે પણ MCLR રેટમાં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે તેમજ છ મહિનાના સમયગાળા માટે MCLRમાં 0.5 ટકાનો વધા્રો કરાયો છે. છ મહિના માટે પહેલાં આ દર 8.25 ટકા હતો જે હવે 8.30 ટકા છે. આવી જ રીતે એક વર્ષ માટેનો દર 8.30 ટકાથી વધારીને 8.40% કરી દેવામાં આવ્યો છે. ત્રણ વર્ષ માટે આ MCLR રેટ ત્રણ વર્ષ માટે 8.55% અને 5 વર્ષ માટે 8.70  ટકા નક્કી કરવામાં આ્વ્યો છે. આ રીતે જ એચડીએફસી, કોટક બેંક તેમજ આઇસીઆઇસીઆઇ બેંકે પણ MCLR રેટમાં વધારો કર્યો છે. 


MCLR એપ્રિલ, 2017થી લાગુ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અંતર્ગત અલગ-અલગ ગ્રાહકો માટે લોનનો વ્યાજ દર તેમના રિસ્ક પ્રોફાઇલના આધારે નક્કી કરવામાં આવે છે. આ એ રેટ છે જેનાથી ઓછા રેટ પર બેંક પોતાના ગ્રાહકને લોન નથી આપી શકતી. 


બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા કરો ક્લિક...