RBI નો વાર્ષિક રિપોર્ટ જાહેર, એક વર્ષમાં આવક 146.5% વધીને 1.93 લાખ કરોડ રૂપિયા થઇ
આરબીઆઇએ કહ્યું કે સરકારી પ્રતિભૂતિઓમાં આરબીઆઇની હોલ્ડિંગ 57.19 ટકા વધી અને 30 જૂન 2019ના રોજ આ 6.29 લાખ કરોડ રૂપિયાથી વધીને 9.86 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ વધારો સરકારી પ્રતિભૂતિઓની શુદ્ધ ખરીદીના માધ્યમથી 3.31 લાખ કરોડ રૂપિયાના લિક્વિડિટી મેનેજમેંટ ઓપરેશન્સના કારણે થઇ હતી.
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2018 ના પોતાનો વાર્ષિક રિપોર્ટ (Annual Report) ગુરૂવારે જાહેર કર્યો હતો. નાણાકીય વર્ષ 2018-19ની આવકમાં બંપર વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં આરબીઆઇની આવક 146.59 ટકા વધીને 1.93 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તો બીજી તરફ સેંટ્રલ બેંક (Central Bank) ની બેલેન્સ શીટ (Balance Sheet) 13.42 ટકા વધીને 41.03 લાખ કરોડ રૂપિયા થઇ.
વાર્ષિક રિપોર્ટ અનુસાર આ વખતે આરબીઆઇના વ્યાજમાંથી આવક 44.62 ટકા વધીને 1.06 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ અને અન્ય આવક 30 જૂન 2019ના રોજ વધીને 86,199 કરોડ રૂપિયા થઇ ગઇ, જે એક વર્ષ પહેલાં 4,410 કરોડ રૂપિયા હતી.
આરબીઆઇએ કહ્યું કે સરકારી પ્રતિભૂતિઓમાં આરબીઆઇની હોલ્ડિંગ 57.19 ટકા વધી અને 30 જૂન 2019ના રોજ આ 6.29 લાખ કરોડ રૂપિયાથી વધીને 9.86 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ વધારો સરકારી પ્રતિભૂતિઓની શુદ્ધ ખરીદીના માધ્યમથી 3.31 લાખ કરોડ રૂપિયાના લિક્વિડિટી મેનેજમેંટ ઓપરેશન્સના કારણે થઇ હતી.
નજીકના ભવિષ્યમાં સુરક્ષિત નથી ભારતીય અર્થવ્યવસ્થા
જોકે નજીકના ભવિષ્યની અર્થવ્યવસ્થાને લઇને રિઝર્વ બેંકનું પૂર્વાનુમાન સકારાત્મક નથી. તેણે કહ્યું કે દુનિયાભરની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરનાર ખરાબ પરિબળોના લીધે ભારતીય અર્થવ્યવસ્થા સુરક્ષિત નથી. જોકે આરબીઆઇએ કહ્યું કે ભારતના મૈક્રો અર્થશાસ્ત્ર (Macro Economics) ની આર્થિક સ્થિરતા આશાનું કિરણ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ઘરેલૂ માંગ ઘટવાથી આર્થિક ગતિવિધિઓ સુસ્ત પડી ગઇ છે. એટલા માટે આ રિપોર્ટમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા પર ભાર મુકવામાં આવ્યો છે. આરબીઆઇનું કહેવું છે કે વૈશ્વિક પરિબળોની ખરાબ અસર ઓછી કરવા માટે સંવેદનશીલતાની જરૂર છે. એવામાં ખપત અને પ્રાઇવેટ રોકાણને પ્રોત્સાહન અમારી પ્રાથમિકતા હશે.
આરબીઆઇએ કહ્યું કે વિકસતા બજારના ગ્રોથને ઓછો કરનાર પરિબળો વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખતરનાક છે. આગામી દિવસોમાં આર્થિક પરિદ્વશ્યમાં ઘણી બધી અનિશ્વિતતાઓ જોવા મળી રહી છે. ભારત માટે આગામી થોડા દિવસોના આર્થિક પરિદ્વ્શ્ય પર ઘણી અનિશ્વિતતાઓ જોઇ શકાય છે. આ ઘટાડો ઘણા બધા બિંદુઓ પર 2018-19 ના ગ્રોથને પ્રભાવિત કરશે. સરેરાશ માંગ પહેલાના અપેક્ષિત સ્તરના મુકાબલે વધુ નબળી પડી છે.
આરબીઆઇએ કહ્યું કે ILFS સંકટ પછી NBFC વડે વાજિજ્ય ક્ષેત્ર (Commercial Sector)નો ઋણ પ્રવાહ 20% ઘટ્યો છે. આરબીઆઇએ વાર્ષિક રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2018-19માં બેંકોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6,801 કેસ સામે આવ્યા છે.
તો બીજી તરફ રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં ચલણ હાલની મુદ્વા 17% વધીને 21.10 લાખ કરોડના સ્તર પર પહોંચી ચૂકી છે. સરકારે વધારાના કોષમાંથી 52.637 કરોડ આપ્યા બાદ રિઝર્વ બેંક ઇમરજન્સી ફંડમાં 1,96,344 કરોડ રૂપિયાની રકમ બચી છે. આરબીઆઇએ એ પણ કહ્યું કે કૃષિ ઋણ માફી સાતમા પગાર પંચની ભલામણોના અમલ, આય સમર્થન યોજનાઓના લીધે રાજ્યોની નાણાકીય પ્રોત્સાહનોને લઇને ક્ષમતા ઘટી છે.