નવી દિલ્હી: આશા અનુસાર રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ચોગ્ગો ફટકારતાં રેટ કટની જાહેરાત કરી છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.35 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ 5.75 ટકાથી ઘટાડીને 5.40 ટકા અને રિવર્સ રેપો રેટને 5.50 ટકા કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે અત્યાર સુધી રેપો રેટમાં 1.10 ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ રેપો રેટમાં કર્યો 0.35% નો ઘટાડો, ટૂંક સમયમાં સસ્તી થશે લોન અને EMI


રેપો રેટ ઘટવાથી બેંકોને સસ્તી લોન મળશે. તેનો ફાયદો બેંક પોતાના ગ્રાહકો સુધી પહોંચાડશે. લોન પર વ્યાજ દર ઘટાડવામાં આવશે. એટલે કે જો તમે ફ્લોટિંગ રેત પર હોમ લોન, કાર લોન અથવા અન્ય કોઇ લોન લીધી છે તો આગામી દિવસોમાં બેંક દ્વારા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા બાદ EMI સસ્તી થઇ જશે. સાથે જ નવા ગ્રાહકો માટે આ સસ્તી લોનની ભેટ હશે. આવો આંકડામાં સમજીએ. 


જો કોઇ ગ્રાહકે 20 વર્ષ માટે હોમ લોન લીધી છે અને બેંક તેના પાસેથી 9.55 ટકા મુજબ વસુલે છે તો 20 લાખની લોન પર મંથલી EMI માં લગભગ 500 રૂપિયાની બચત થશે. આ ઇંટરેસ્ટ રેટ પર 30 લાખની મોન પર મંથલી લગભગ 650 રૂપિયા અને 50 લાખની લોન પર 1050 રૂપિયાની બચત થશે.