`ગવર્નર સાહેબ દર તો ઘટાડવો પડશે`, સરળ ભાષામાં ફક્ત અહીં જુઓ RBI પોલિસી
શું આ વખતે પણ ફરી તમારી ઇએમઆઇ ઘટશે? શું તમને સસ્તા વ્યાજદરનો ફાયદો મળશે? શું આરબીઆઇ આ વખતે પણ વ્યાજદર ઘટાડશે? ગ્રોથ સુસ્ત છે અને મોંઘવારી પણ ઓછી છે. એવામાં આરબીઆઇ પાસે સ્કોપ છે કે તે દર ઘટાડી શકે. જો આરબીઆઇ આ વખતે દર ઓછી કરે છે તો સતત ત્રીજીવાર હશે, જ્યારે રેટ ઘટાડવામાં આવશે. ઝી બિઝનેસ પર આજે સવારે 11:26 વાગે આરબીઆઇ પોલિસીનું વિશ્લેષણ થશે, તે પણ સરળ ભાષામાં...
નવી દિલ્હી: શું આ વખતે પણ ફરી તમારી ઇએમઆઇ ઘટશે? શું તમને સસ્તા વ્યાજદરનો ફાયદો મળશે? શું આરબીઆઇ આ વખતે પણ વ્યાજદર ઘટાડશે? ગ્રોથ સુસ્ત છે અને મોંઘવારી પણ ઓછી છે. એવામાં આરબીઆઇ પાસે સ્કોપ છે કે તે દર ઘટાડી શકે. જો આરબીઆઇ આ વખતે દર ઓછી કરે છે તો સતત ત્રીજીવાર હશે, જ્યારે રેટ ઘટાડવામાં આવશે. ઝી બિઝનેસ પર આજે સવારે 11:26 વાગે આરબીઆઇ પોલિસીનું વિશ્લેષણ થશે, તે પણ સરળ ભાષામાં...
કોણ સમજાવશે પોલિસી
આરબીઆઇ પોલિસીને ડિકોડ કરવા માટે ઝી બિઝનેસ મેનેજિંગ એડિટર અનિલ સિંધવી તમારી સાથે હશે. માર્કેટ અને પોલિસી પર તેમની સાથે દિગ્ગજ એક્સપર્ટ રાકેશ બંસલ, આશુ મદન, અજય બગ્ગા, કુણાલ સરાઓગી, સંદીપ વાગલે પણ રહેશે. આ ઉપરાંત આરબીઆઇ પોલિસીમાં શું ખાસ રહ્યું એ બતાવશે. ઝી બિઝનેસ રિસર્ચ પેનલ ડિંપી કાલરા, રજત દેવગણ અને પૂજા ત્રિપાઠી.
શું કહે છે ઝી બિઝનેસનો પોલ
ઝી બિઝનેસના પોલ અનુસાર 80 ટકા જાણકાર માને છે કે 0.20 ટકાનો ઘટાડો થઇ શકે છે. તો બીજી તરફ 20 ટકાને આશા છે આ પોલિસીમાં આરબીઆઇ 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. જોકે કોઇને પણ એ આશા નથી કે પોલિસીમાં કોઇ ફેરફાર ન થાય.
FY20 માં કેટલા ઘટાડાની આશા?
આ નાણાકીય વર્ષમાં પહેલાં જ એક ઘટાડો થઇ ચૂક્યો છે. જો આ પોલિસીમાં પણ રેટ કટ થાય છે તો આ સતત ત્રીજીવાર હશે જ્યારે પોલિસીમાં ઘટાડો કરવામાં આવશે. FY20 માં અત્યાર સુધી 0.25 ટકાનો ઘટાડો થઇ ચૂક્યો છે. 60 ટકા જાણકારોનું માનવું છે કે આ નાણાકીય વર્ષમાં 0.75 ટકા જોવા મળી શકે છે. તો બીજી તરફ 20 ટકા જાણકારો માને છે આ નાણાકીય વર્ષમાં 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. તો બીજી તરફ 20 ટકા જાણકાર માને છે કે આ સમયગાળામાં 1 ટકાનો ઘટાડો પણ સંભવ છે.
ટ્રેડ વોરનો જીડીપી પર જોવા મળશે અસર?
ટ્રેડ વોર અને નબળા ગ્લોબલ સંકેતના લીધે શું આરબીઆઇ જીડીપી ગ્રોથના અનુમાનમાં ઘટાડો કરશે. તેનાપર 80 ટકા જાણકારોનું માનવું છે કે જીડીપી અનુમાનમાં ઘટાડો કરવામાં આવી શકે છે. તો બીજી તરફ 20 ટકા જાણકારોનું માનવું છે કે ગ્રોથ અનુમાનમાં ઘટાડો થશે નહી.
પોલિસીમાં આરબીઆઇનું વલણ જોવા મળશે?
મોંઘવારીને લઇને ન્યૂટ્રલ વલણ જોવા મળી શકે છે. તો બીજી તર ફ 40 ટકા જાણકારોનું માનવું છે કે આરબીઆઇ નરમ વલણ રાખશે. ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઇ શું પગલું ભરશે. લિક્વિડિટીને જાળવી રાખવા માટે શું પગલાં ભરશે. CRR માં શું કોઇ ઘટાડો થશે. ટ્રેડ વોરની ચિંતા અને ક્રૂડ ઓઇલની ચાલને લઇને શું નિવેદન આવે છે. આ ઉપરાંત એનપીએ અને સ્ટ્રેસ્ડ અસેટ્સ પર આરબીઆઇનું ફોકસ રહેશે.