નવી દિલ્હી: RBI action on bank: ભારતીય રિઝર્વ બેન્કે મહારાષ્ટ્રની એક બેન્ક પર નકેલ કસી છે. આ વખતે મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિકમાં  'Independence Co-operative Bank Limited' પર ઉપાડને લઈને અનેક પ્રતિબંધ લાગ્યા છે. આ બેન્કના ખાતાધારકો હવે પોતાના પૈસા કાઢી શકશે નહીં. આ રોક શરૂઆતમાં 6 મહિના માટે લગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

99 ટકા ખાતા ધારકોના પૈસા સુરક્ષિત
RBI એ પ્રતિબંધ બેન્કની હાલની ખરાબ સ્થિતિને જોઈને લગાવ્યો છે. જો કે રિઝર્વ બેન્કે કહ્યું છે કે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (Deposit Insurance and Credit Guarantee Corporation -DICGC) ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ 99.89 ખાતાધારકોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એટલે કે બેન્કમાં જમા પૈસા ડૂબશે નહીં. 


Reliance-Future Deal: દિલ્હી HC એ મુકેશ અંબાણીને આપ્યો મસમોટો ઝટકો, જાણો શું છે મામલો


6 મહિના સુધી લાગુ રહેશે પ્રતિબંધ
ઈન્શ્યોરન્સ સ્કીમ મુજબ દરેક ખાતાધારક DICGC હેઠળ પોતાની કુલ જમા રકમના 5 લાખ રૂપિયા સુધી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ ક્લેમ મેળવવા માટે હકદાર છે. એટલે કે જે ખાતાધારકોએ 5 લાખ રૂપિયા સુધીની રકમ બેન્કમાં જમા કરી રાખી છે તેમણે ગભરાવવાની જરૂર નથી. તેમને પૂરેપૂરા પૈસા પાછા મળી જશે. કો ઓપરેટિવ બેન્ક પર આ પ્રતિબંધ આગામી 6 મહિના સુધી લાગુ રહેશે. 


ખાતાધારકો પૈસા કાઢી શકશે નહીં
આ કાર્યવાહી અંગે RBI નું કહેવું છે કે બેન્કની હાલની કેશ હાલત જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. હવે જમાકર્તાઓને બચત કે ચાલુ ખાતામાંથી કે કોઈ પણ ખાતામાં જમા રકમમાંથી કોઈ પણ રકમ ઉપાડવાની મંજૂરી રહેશે નહીં. ગ્રાહક ઈચ્છે તો જમાના બદલે કરજની પતાવટ કરી શકે છે. પરંતુ આ માટે પણ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. 


LPG Price: મોંઘવારીની થપાટ, LPG સિલિન્ડરના ભાવમાં અધધધ...વધારો, જાણો નવા રેટ


બેન્ક કોઈ નવી લોન નહીં આપી શકે
આ ઉપરાંત RBI એ અન્ય પ્રતિબંધો પણ લગાવ્યા છે. બેન્કના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) આરબીઆઈની મંજૂરી વગર કોઈ લોન મંજૂર કરી શકશે નહી કે લોન રિન્યૂ કરી શકશે નહીં. રોકાણ નહી કરી શકે કે ચૂકવણી પણ નહીં કરી શકે. RBI એ કહ્યું કે પ્રતિબંધો છતાં ઈન્ડિપેન્ડન્સ કો ઓપરેટિવ બેન્ક જ્યાં સુધી સ્થિતિમાં સુધારો ન આવે ત્યાં સુધી પોતાનો બેન્કિંગ કારોબાર કરી શકશે. આ બેન્કિંગ લાઈસેન્સ કેન્સલ સમજવામાં ન આવે. રિઝર્વ બેન્કે કહ્યું કે સ્થિતિઓ મુજબ દિશા નિર્દેશોમાં ફેરફાર થઈ શકે છે. 


વેપારના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube