નવી દિલ્લીઃ ટેકનોલોજીના યુગમાં આપણે સમયની સાથે ચાલવું અતિઆવશ્યક છે. હવે નાણાંકિય વ્યવહારો મહદ અંશે ઓનલાઈન થઈ ગયા છે. ત્યારે આપણે પણ ઓનલાઈન ટ્રાજેક્શન અને આર્થિક વ્યવહાર પર ભાર મુકવાની જરૂર છે.  એમાંય જો તમે એટીએમ કાર્ડ ધારક છો તો આરબીઆઈએ તમારા માટે મહત્ત્વની જાહેરાત કરી છે. હવે તમે ATM કાર્ડ વિના પણ ઉપાડી શકશો પૈસા...જી હાં RBIના ગર્વનગર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે....અત્યાર સુધી આ સુવિધા માત્ર અમુક જ બેંકોમાં  ઉપલબ્ધ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્ડ વગર કેવી રીતે ઉપાડશો પૈસા-
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા અપાશે..અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI થકી ATMમાંથી પૈસા ઉપાડી શકાશે.


ફ્રોડમાં ઘટાડો થશે-
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું- આ પગલાથી કાર્ડ ક્લોન કરીને પૈસા ઉપાડવાથી છેતરપિંડીના બનાવો ઘટશે.. ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે  મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી.


રેપો રેટમાં કોઈ ફેરફાર નહી-
MPCએ પોલિસી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આ સતત 11મી વખત કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.