RBIનો ઝટકો! બેંક ન તો ક્રેડિટ કાર્ડ આપી શકશે ના ઓનલાઈન નવા ગ્રાહકો બનાવી શકશે
Kotak Mahindra Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ કોટક મહિન્દ્રા બેંકને નવા ક્રેડિટ કાર્ડ (Credit Card) ઇશ્યૂ કરતા અટકાવી દીધી છે.
RBI On Kotak Mahindra Bank: દેશની અગ્રણી બેંક સામે આરબીઆઈએ આજે મોટી કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)સામે મોટી કાર્યવાહી કરી છે. RBIએ કોટક મહિન્દ્રા બેંકને નવા ક્રેડિટ કાર્ડ (Credit Card) જારી કરતા અટકાવી દીધા છે. એટલું જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઓનલાઈન માધ્યમથી નવા ગ્રાહકો ઉમેરવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. ભારતીય રિઝર્વ બેંકે આ પ્રતિબંધને તાત્કાલિક અસરથી લાગુ કરવા સૂચના આપી છે.
ભાષણ આપતાં આપતાં બેભાન થાય કેન્દ્રીય મંત્રી, 'ટ્વીટ કરીને કહ્યું હું સ્વસ્થ્ય છું'
સંતોષકારક જવાબ ન આપી શકી..
RBIએ 2022 અને 2023ની ટેક્નોલોજીની તપાસ કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. વાસ્તવમાં RBIને કોટક બેંકની IT સિસ્ટમમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. આ અંગે આરબીઆઈએ પણ જવાબ માંગ્યો હતો, પરંતુ જવાબ સંતોષકારક ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. પર્યાપ્ત IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે, ગ્રાહકોને 2 વર્ષમાં ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બાહ્ય ઓડિટ પછી આરબીઆઈ દ્વારા પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે. એટલે કે બેંક પોતાની વ્યવસ્થામાં સુધાર કરશે તો ફરી પ્રતિબંધ ઉઠાવી લેશે.
લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
પીળા કેળા તો ખૂબ ખાધા લાલ કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, કિડની-કેન્સર માટે કારગર
આઈટીની તપાસ બાદ આ કાર્યવાહી
RBI કહ્યું છે કે આઈટીની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ તપાસમાં ઘણી ગંભીર સમસ્યાઓ જોવા મળી છે. બેંકના IT ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીક અટકાવવા માટેની રણનિતીમાં ઘણી ખામીઓ જોવા મળી છે.
Vastu Tips: જો તમારા ઘરમાં પણ આ વૃક્ષો કે છોડ હોય તો ઉઘાડી ફેંકજો, નહીંતર છિનવી લેશે
જરૂરી ઓપરેશનલ સ્ટ્રેન્થ ઉભી કરી શકી નથી
RBIએ કહ્યું છે કે તાજેતરમાં 15 એપ્રિલ, 2024ના રોજ સેવામાં સમસ્યા ઉભી થઈ હતી, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. IT સિસ્ટમ્સ બનાવવા અને પોતાના ગ્રોથની હિસાબથી નિયંત્રિત કરવામાં નિષ્ફળતાને કારણે બેંક જરૂરી ઓપરેશનલ સ્ટ્રેન્થ ઉભી કરી શકી નથી. કોઈપણ સંભવિત લાંબા સમય સુધી આઉટેજને રોકવા માટે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
ગરમીમાં લીંબુ પાણી પીવાના પણ છે ગેરફાયદા, તમે પીતા હો તો આ 7 નુક્સાન પણ જાણી લેજો
ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખશો તો બની જશે "ઝેર", ભૂલ કરી તો પરિવાર ભોગવશે