નવી દિલ્હીઃ RBI Digital Currency: ભારતમાં ડિજિટલ કરન્સીને લઈને સરકાર જલદી મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. ક્રિપ્ટોકરન્સી પર આ સપ્તાહે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે અને તેના પર કેબિનેટ નોટ આવી શકે છે. ક્રિપ્ટોકરન્સી (cryptocurrency) ને રેગુલેટ કરવાના ઈરાદાથી સરકાર આગામી સપ્તાહે લોકસભામાં બિલ લાવી શકે છે. આ પ્રસ્તાવિત બિલમાં ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવશે. ક્રિપ્ટોકરન્સીને એસેટ માનવામાં આવે કે કરન્સી, તેને લઈને હજુ નિર્ણય કરવાનો છે. સાથે રિઝર્વ બેન્કની ડિજિટલ કરન્સીની રૂપરેખા નક્કી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિપ્ટોકરન્સી (cryptocurrency) પર જે બિલ સરકાર લાવવાની છે, તેના દ્વારા ભારતમાં તમામ અન્ય ક્રિપ્ટોકરન્સીના ભવિષ્ય પર નિર્ણય થશે. પ્રસ્તાવિત બિલ પ્રમાણે ક્રિપ્ટોકરન્સી દ્વારા ટ્રાન્ઝેક્શનની મંજૂરી નહીં મળે. તો હાલના ક્રિપ્ટો એક્સચેન્જ માર્કેટને રેગ્યુલેટર સેબીની અંદર લાવી શકાય છે. આ બધા એક્સચેન્જ સેબી અંતર્ગત રજીસ્ટર થશે અને જાણકારી ન આપનાર પર કાર્યવાહી કરવામાં આવશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ કાયદા પ્રમાણે કાર્યવાહીની જોગવાઈ છે. 


નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે નવા બિલ પર કામ કરવામાં આવી રહ્યું છે અને નિયમન ઘડવામાં આવી રહ્યું છે. સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ પણ તેનું નિયમન કરવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. જ્યારે, રિઝર્વ બેંક તેની ડિજિટલ કરન્સી બજારમાં લાવશે.


આ પણ વાંચોઃ 'છપ્પર ફાડકે' કમાણી કરવી હોય તો આ રહી શાનદાર તક!, આ અઠવાડિયે આવી રહ્યા છે 4 IPO


રોકાણકારોનું શું થશે?
ક્રિપ્ટોકરન્સીને રેગુલેટ કરવા વચ્ચે એક મોટો સવાલ તે છે કે જે લોકોએ તેમાં રોકાણ કર્યું છે, તેનું શું થશે. જાણકારી પ્રમાણે જે લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે સરકાર તેને સ્કીમ દ્વારા થોડો સમય આપી શકે છે. સરકાર ટેક્સ લગાવવા પર વિચાર કરશે અને બજેટમાં તેની જાહેરાત કરવામાં આવશે. તો IT Act ના સેક્શન 26A માં ફેરફાર કરવામાં આવશે. તેમાં ડિજિટલ કરન્સી કે  Cryptocurrency જેવો શબ્દ જોડવાનો પ્રસ્તાવ છે. 


આ સિવાય ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા સમયે ટેક્સપેયરે તમામ માહિતી આપવી પડશે. ક્રિપ્ટો ટ્રેન્ડિંગ વાળા એક્સચેન્જની સાથે-સાથે એકાઉન્ટહોલ્ડર્સની KYC ફરજીયાત થશે. રોકાણકારોની તમામ વિગતો રાખવામાં આવશે અને એસેટની જાણકારી આપવા સાથે જોડાયેલા હાલના નિયમમાં ફેરફાર કરવામાં આવશે. તો વિદેશોમાં  Cryptocurrency કે અન્ય ડિજિટલ કરન્સીની જાણકારી આપવી ફરજીયાત થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube