Cryptocurrency: ડિજિટલ રૂપિયો સૌથી પહેલાં ક્યાં થશે ઉપયોગ? આ છે મોદી સરકારનો પ્લાન
ભારતીય બજારમાં ડિજિટલ રૂપિયાને ચરણબદ્ધ રીતે લાવવામાં આવશે. સૌથી પહેલાં તેને હોલસેલ બિઝનેસ (Wholesale Businesses) માં લાવવામાં આવશે. જોકે આરબીઆઇ ( RBI ) પહેલાંથી જ ડિજિટલ કરન્સીના વિરોધમાં રહ્યા છે.
Cryptocurrency News: એક ફેબ્રુઆરી 2022 ના રોજ બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ રૂપિયાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી જ ભારતીયોમાં ડિજિટલ રૂપિયાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા. બજેટ ભાષણ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તેને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે સીબીડીસી (CBDC) લોન્ચ કરશે. તેમણે કહ્યું હતું કે લોન્ચિંગ પણ હાલના નાણાકીય વર્ષ 2022-23 માં થઇ જશે.
રિપોર્ટ્સ અનુસાર ભારતીય બજારમાં ડિજિટલ રૂપિયાને ચરણબદ્ધ રીતે લાવવામાં આવશે. સૌથી પહેલાં તેને હોલસેલ બિઝનેસ (Wholesale Businesses) માં લાવવામાં આવશે. જોકે આરબીઆઇ ( RBI ) પહેલાંથી જ ડિજિટલ કરન્સીના વિરોધમાં રહ્યા છે. તેના લીધે આરબીઆઇએ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો. પરંતુ ઓક્ટોબર 2021 માં આરબીઆઇએ સરકાર સામે સરકારી ડિજિટલ કરન્સી લાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. હવે એક પ્રશ્ન થયો છે કે ડિજિટલ રૂપિયો આવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીનું અસ્તિત્વ રહેશે કે નહી?
ડિજિટલ રૂપિયો લાવશે સીબીડીસી (CBDC)
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસી ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે. આરબીઆઇના અનુસાર આ એક લીગલ ટેન્ડર કરન્સી હશે. આ કરન્સી ફિએટ કરન્સી સમાન જ હશે. ફિએટ કરન્સીનો અર્થ થાય છે કે સરકાર દ્વારા સમર્થિત કરન્સી જેમ કે બેંક નોટ. ડિજિટલ રૂપિયાને તમે પેપર કરન્સીમાં પણ બદલી શકશો. આ કરન્સીમાં પણ ક્રિપ્ટોકરન્સીની માફક બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
Kisan Credit Card Scheme: ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, મળશે 1.60 લાખ રૂપિયા!
ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન થશે!
ક્રિપ્ટોકરન્સી કોઇ લીગલ ટેન્ડર હોતી નથી. તેના લીધે ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન કરવા પર સરકાર તમને ઘેરામાં લઇ શકે છે. તમારી પાસે તે ટ્રાંજેક્શન વિશે પણ જાણકારી લઇ શકાય છે. પરંતુ સરકાર દ્વારા જે ડિજિટલ કરન્સી ઇશ્યૂ કરવામાં આવશે. તેનાથી તમે ઇન્ટરનેશનલ ટ્રાંજેક્શન પણ કરી શકશે. ટ્રાંજેક્શન કરવા માટે તમારે કોઇ થર્ડ પાર્ટી એટલે કે બેંકની જરૂર નહી પડે.
શું પછી ક્રિપ્ટોકરન્સી થઇ જશે બેન
ડિજિટલ રૂપિયો આવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીનું શું થશે? આ સવાલ તમામ લોકોમાં છે. કારણ કે ક્રિપ્ટોકરન્સીને લઇને સરકાર દર વખતે આગાહ કરે છે. એવામાં સરકાર દર વખતે આગાહી કરતી રહે છે. એવામાં સરકાર બની શકે કે ક્રિપ્ટોકરન્સીમાં જે લોકોએ પૈસા લગાવી દીધા છે તેનું શું થશે? જો આમ થયું તો ક્રિપ્ટોકરન્સીમાં જે લોકોએ પૈસા લગાવ્યા છે તેનું શું થશે? હાલમાં ઘણા નામી ક્રિપ્ટોકરન્સીના ભાવ ખૂબ નીચે સુધી આવી ગયા છે. એવામાં રોકાણકારોને સમજી વિચારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોઇએ. જોકે સરકાર જે ડિજિટલ રૂપિયા લઇને આવશે તે સંપૂર્ણ પણે સેફ હશે. જોકે સરકાર જે ડિજિટલ રૂપિયા લઇને આવશે તે પુરી રીતે સેફ હશે કારણ કે તેની પાછળ ભારત સરકારની ગેરેન્ટી હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube