RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI)આ સપ્તાહના અંતમાં રજૂ થનારી નાણાકીય નીતિ સમીક્ષા (MPC) કી પોલિસી દર રેપો રેટ (Repo Rate)ને 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. એક્સપર્ટે આ આશા વ્યક્ત કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખી રિઝર્વ બેંકે મે 2022માં વ્યાજદર વધારવાનું શરૂ કર્યું હતું અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તે 6.5 ટકા પર પહોંચી ગયો હતો. ત્યારબાદ સતત છેલ્લી ત્રણ દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા બેઠકોમાં રેપો રેટ સ્થિત રાખવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 ઓક્ટોબરથી શરૂ થશે MPC ની બેઠક
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das)ની અધ્યક્ષતાવાળી છ સભ્યોની નાણાકીય નીતિ સમીક્ષા ત્રણ દિવસીય બેઠર ચાર ઓક્ટોબરે શરૂ થશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત શુક્રવાર (6 ઓક્ટોબર) એ થશે. 


મોંઘવારી પર રહેશે નજર
બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસે જણાવ્યું હતું કે, આ વખતે મોનેટરી પોલિસી હાલના રેટ સ્ટ્રક્ચર તેમજ પોલિસી સ્ટેન્સ સાથે ચાલુ રહેવાની શક્યતા છે. તેથી રેપો રેટ 6.5% પર જાળવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે છૂટક ફુગાવો હજુ પણ 6.8%ના ઉચ્ચ સ્તરે છે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં તેમાં ઘટાડો થવાની ધારણા છે, પરંતુ ખરીફ ઉત્પાદનને લઈને કેટલીક આશંકા છે, જેના કારણે કિંમતોમાં વધારો થઈ શકે છે.


આ પણ વાંચોઃ TATA Group આ 12 શેરમાં જોરદાર કમાણી, 6 મહિનામાં આપ્યું 150 ટકા સુધીનું રિટર્ન


ઉદાર વલણ જારી રાખવાની આશા
ઇક્રા લિમિટેડના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને સમૂહ પ્રમુખ (ફાઈનાન્શિયલ રીઝન રેટિંગ) કાર્તિક શ્રીનિવાસને પણ આશા વ્યક્ત કરી કે એમપીસી નીતિગત દરોને સ્થિત રાખશે. તેમણે કહ્યું- સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં જોવામાં આવેલ રોકડ પ્રવાહમાં કડકાઈ ચાલુ રહેવાની શક્યતા નથી. ખાસ કરીને છેલ્લી પોલિસી સમીક્ષામાં લાગુ કરાયેલ વૃદ્ધિ CRR રોકડ મુક્ત કરશે.


રિયલ એસ્ટેટ ટ્રેડર્સ બોડી નારેકડોના અધ્યક્ષ રાજન બંદેલકરે કહ્યુ કે ઓક્ટોબર એમપીસી બેઠક દરમિયાન આરબીઆઈનું ઉદાર વલણ યથાવત રહેવાની આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube