નવી દિલ્હીઃ કેન્દ્રીય રિઝર્વ બેન્કના તમામ પ્રયાસો છતાં મોંઘવારી કાબુમાં નથી. હવે રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપી તેનું વિસ્તારથી કારણ દર્શાવવું પડશે. રિપોર્ટમાં તે જણાવવું પડશે કે મોંઘવારીને નક્કી માપદંડમાં કેમ રાખી શકાય નહીં અને તેને કાબુમાં લેવા માટે શું પગલા ભરવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નિયમઃ જો રિઝર્વ બેંક એક્ટ હેઠળ ફુગાવા માટે નિર્ધારિત લક્ષ્‍યાંક સતત ત્રણ ત્રિમાસિક ગાળામાં હાંસલ ન થયો હોય, તો RBIએ કેન્દ્ર સરકારને કારણ અને ફુગાવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો આપવી પડશે. 2016માં મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અમલમાં આવ્યા બાદ આ પ્રથમ વખત બનશે કે RBIએ સરકારને રિપોર્ટ દ્વારા તેની ક્રિયાઓની સંપૂર્ણ વિગતો આપવાની જરૂર પડશે.


કંટ્રોલ રાખવાની છે જવાબદારીઃ કેન્દ્ર સરકાર તરફથી રિઝર્વ બેન્કને મળેલી જવાબદારી હેઠળ રિટેલ ફુગાવો 2 ટકાના તફાવત સાથે 4 ટકા પર જાળવી રાખવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે. હવે મોનેટરી પોલિસી કમિટી (MPC) ના સેક્રેટરીએ RBI એક્ટ હેઠળ આ અંગે ચર્ચા કરવા માટે MPCની અલગ બેઠક બોલાવવી પડશે અને રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવો પડશે.


આ પણ વાંચો- America મંદીના આરે, આટલા લોકો બનશે બેરોજગાર, જાણો ભારત પર શું અસર થશે?


નાણાકીય નીતિ સમિતિની બેઠક દિવાળીના એક દિવસ પછી યોજાય તેવી શક્યતા છે કારણ કે RBIના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં IMF અને વિશ્વ બેંકની બેઠકોમાં હાજરી આપવા માટે યુએસમાં છે.


કેટલી છે મોંઘવારીઃ રિટેલ ફુગાવો જાન્યુઆરી, 2022થી છ ટકાથી વધુ બનેલો છે. સપ્ટેમ્બરમાં તે 7.41 ટકા રહ્યો હતો. કેન્દ્રીય બેન્ક મોંઘવારીને કાબુમાં લેવા માટે મેથી નીતિગત દરમાં વધારો કરી રહી છે. તેણે અત્યાર સુધી રેપોરેટમાં 1.9 ટકાનો વધારો કર્યો છે, ત્યારબાદ રેપો રેટ 5.9 ટકાએ પહોંચી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube