RBI જાહેર કરશે 50 રૂપિયાની નવી નોટ, ગર્વનર શક્તિકાંત દાસની હશે સહી
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે 50 રૂપિયાના મૂલ્યની નવી નોટને ચલણમાં લાવશે. આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળા 50 રૂપિયાની નોટની સમાન જ હશે. આરબીઆઇએ કહ્યું કે `પહેલાં જાહેર કરવામાં આવેલી બધી નોટ ચલણમાં રહેશે.`
મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે 50 રૂપિયાના મૂલ્યની નવી નોટને ચલણમાં લાવશે. આ નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળા 50 રૂપિયાની નોટની સમાન જ હશે. આરબીઆઇએ કહ્યું કે 'પહેલાં જાહેર કરવામાં આવેલી બધી નોટ ચલણમાં રહેશે.'
શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગર્વનર છે. 1980 બેંચના રિટાયર્ડ IAS અધિકારી શક્તિકાંત દાસ આ પહેલાં ફાઇનાન્સ કમીશનના સભ્ય હતા. ઉર્જિત પટેલના રાજીનામા બાદ ડિસેમ્બર 2018માં તેમને રિઝર્વ બેંકના ગર્વનર બનાવવામાં આવ્યા હતા.
RBI ગવર્નર શક્તિકાંતની નિમણુંક પર વિવાદ જુઓ વીડિયો
નોટબંધીના લગભગ બે વર્ષ બાદ 18 ઓગસ્ટના 2018ના રોજ રિઝર્વ બેંકે નવી 50 રૂપિયાની નોટ જાહેર કરી હતી. તે સમયે ઉર્જિત પટેલ રિઝર્વ બેંકના ગર્વનર હતા. તે નોટ પણ મહાત્મા ગાંધી સીરીઝની જ છે. તેમાં પાછળની તરફ રથના સાથી હમ્પીના મંદિરનો ફોટો છે. તમને જણાવી દઇએ કે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 500 અને 2000ની નવી નોટ જાહેર કરવામાં આવી હતી.
RBI ટૂંક સમયમાં બહાર પાડશે 100 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયતો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે. નવી નોટમાં RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટોની ડિઝાઇન બધા મામલે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની નોટોની સમાન હશે. નવી નોટ જાંબલી રંગની જ હશે. ટૂંક સમયમાં જાંબલી રંગની 100 રૂપિયાની નોટ એટીએમમાં પણ મળવાનું શરૂ થઇ જશે. તેમાં એક ખાસ ફિચરને સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ મોટાભાગે નવી નોટ આવતાં તેની ફીચર ઇમેજ નોટ તૈયાર કરી લેવામાં આવે છે. એટલા માટે જરૂરી છે કે તમે જાણી લો કે અસલી-નકલીમાં શું ફરક હોય છે.
ચૂંટણી પહેલા બદલાઈ શકે છે તમારા ખિસ્સામાં રહેલી 100-200-500-2000ની નોટ, જાણો શું છે વાત
આરબીઆઈએ 100 રૂપિયાની નવી નોટ માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરી દીધી છે. પર્પલ કલરની 100 રૂપિયાની નોટ હવે કેટલાક એટીએમમાંથી મળી રહી છે. તો ચર્ચા છે કે, આરબીઆઈ 100 રૂપિયાની નવી નોટ પણ લાવવાની છે. તે એક સ્પેશિયલ ફીચરલેસ 100 રૂપિયાની નોટ હશે. હવે જાણવા મળ્યું છે કે, આગામી વર્ષે થનારા લોકસભા ઈલેક્શન પહેલા તમારા ખિસ્સામાં પડેલી બાકીની નોટ પણ બદલાઈ શકે છે. 200, 500 અને 2000 રૂપિયાની નોટ પણ બદલવામાં આવશે. નોટ બદલવાનો મતલબ એ નથી કે, જૂની નોટ બંધ થઈ જશે. પંરતુ બંને પ્રકારની નોટનું ચલણ માર્કેટમાં રહેશે. જોકે, જો નવા ફીચર્સવાળા નોટનું ટ્રાયલ યોગ્ય રહેશે તો હાલના નોટની સિસ્ટમને ધીરે ધીરે ઓછી કરવામાં આવશે. નવી નોટને વાર્નિશ પેઈન્ટની સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.